તબેલો બનાવવા માટે મળશે 4 લાખની લોન. – પશુપાલકો માટે સરકારની મોટી સહાય

તબેલો બનાવવા માટે મળશે 4 લાખની લોન. – પશુપાલકો માટે સરકારની મોટી સહાય

આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી Krushi Rahat Package પણ આપવામાં આવેલ છે. પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય-ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ? તો હવે ચિંતા છોડો સરકારશ્રી Tabela Loan Yojana Gujarat 2025 હેઠળ રૂ. 4 લાખ સુધીની લોન આપી રહી છે.

આ જ સમસ્યાનો ઉકેલ લાવે છે Tabela Loan Yojana Gujarat 2025. ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના પશુપાલકોને તબેલા બનાવવા માટે રૂ. 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તે પણ માત્ર 4% વ્યાજદરે અને સરળ હપ્તામાં મળશે. ચાલો, આ યોજનાની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજીએ.

તબેલા લોન યોજના એ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રહેતા ST વર્ગના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.

યોજનાનો મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી સમુદાયના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. ઘણી વખત પશુપાલકો પાસે પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવાની ક્ષમતા હોતી નથી, જેના કારણે તેમની આવક સીમિત રહી જાય છે.

Tabela Loan Yojana પશુપાલકોને તબેલા બનાવીને વધુ પશુઓ પાળવાની તક આપે છે. તેની અસરથી ગામડાંમાં રોજગાર વધે છે, કુટુંબોની આવક વધે છે અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ થાય છે.

લાભ શું શું હશે

તબેલા બનાવવા માટે રૂ. 4 લાખ સુધીની લોન

માત્ર 4% વ્યાજદરે લોન

માત્ર 10% લાભાર્થી ફાળો

સરળ અને લાંબા ગાળાના હપ્તા

પશુપાલન વ્યવસાયમાં વિસ્તારો

આવક વધે અને કુટુંબનું જીવનધોરણ સુધરે

જરૂરી દસ્તાવેજો

ST પ્રમાણપત્ર

આધાર કાર્ડ

ચૂંટણી કાર્ડ

આવક પ્રમાણપત્ર

પશુપાલન અનુભવ પ્રમાણપત્ર

દૂધ મંડળી પાસબુક

બેંક પાસબુક / ખાતાની વિગતો

અરજી કઈ રીતે કરશો

Google માં “Adijati Nigam Gujarat” સર્ચ કરો.

ઓફિશિયલ વેબસાઈટ adijatinigam.gujarat.gov.in પર જાઓ.

“Apply for Loan” વિકલ્પ પર ક્લિક કરો.

પહેલી વખત હોય તો “Sign Up” કરીને ID બનાવો

Login કરીને “My Applications” માં “Apply Now” ક્લિક કરો.

“Self Employment” વિકલ્પ પસંદ કરો.

યોજના તરીકે “તબેલા માટેની લોન યોજના” પસંદ કરો.

વ્યક્તિગત વિગતો અને લોન વિગતો ભરો.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

અરજી સબમિટ કરીને અરજી નંબર સાચવી રાખો.