કપાસમાં શુક્રવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૦ થી ૨૫ અને કડીમાં પણ રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુધ્ધને પગલે અમેરિકાની રૂની નિકાસ અટકી જશે તેવા ડરે ન્યુયોર્ક રૂ વાયદો સતત ઘટતો જતો હોઇ કપાસ-રૂ અને કપાસિયા-ખોળમાં પણ મંદી છવાયેલી છે. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સારી કવોલીટીના કપાસની અછત છે પણ હાલ બધાના મગજમાં મંદી ચડી ગઇ હોઇ હાલ મંદીનું વાતાવરણ છે આથી સારી કવોલીટીનો કપાસ ધરાવનારા હાલ વેચતાં અટકી ગયા છે.
હલકો અને મિડિયમ કપાસ રૂા.૧૭૦૦ થી ૧૮૦૦ વચ્ચેજોઇએ તેટલો મળે છે પણ કોઇ જીનરને આવો કપાસ ખરીદવો નથી. શુક્રવારે સારી કવોલીટીના કપાસના જીનપહોંચ ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાતા હતા. કડીમાં પણ કપાસ ખરીદી સાવ તળિયે જતાં મહારાષ્ટ્રઅને કાઠિયાવાડના કપાસની આવક પણ ઘટી ગઇ છે. શુક્રવારે મહારાષ્ટ્રની ૪૦-૫૦ અને કાઠિયાવાડની ૩૦-૩૫ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના ભાવ ઊંચામાં રૂા.૧૯૫૦ અને કાઠિયાવાડના કપાસના રૂા.૨૦૦૦ ભાવ હતા.
ખાદ્યતેલની બજારમાં ઘટાડાને પગલે મગફળીનાં ભાવમાં પણ તેજી પૂરી થઈ હતી અને પીઠાઓમાં ભાવમાં સરેરાશ રૂ.૨૦નો ઘટાડો થયો હતો. યુધ્ધનું કારણ પણ સમી ગયું છે અને ગુજરાત સરકારે સ્ટોક લિમીટ નાખી દીધી છે. તમામ જિલ્લા પૂરવઠા કચેરીઓ અને ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢ, અને અમરેલીને ખાસ
સૂચના આપી છેકે સીંગદાણા અને સીંગતેલનાં જથ્થાની ચકાસણી કરવામાં આવે. અત્યારે દરેકે પોતાની રીતે સ્વૈચ્છીક સ્ટોક દરરોજ પોર્ટલ ઉપર અપલોડ કરવાનો છે, પંરતુ એ સ્ટોક બરાબર છે કે નહીં તેની ચકાસણી
જિલ્લા પૂરવઠા કચેરી કરશે.
આવી સ્થિતિમાં મગફળીની બજારમાં લેવાલી ઘટી છે અને ભાવ પણ તુટી ગયાં છે. જાણકારો કહે છેકે મગફળીનાં ભાવમાં હજી પણ મણે રૂ.૨૫થી ૩૦નો ઘટાડો આવી શકે છે. ખેડૂતો પાસે માલ હજી પડ્યો છે પરંતુ સારા ભાવની આશાએ વેચવાલી અટકાવી છે. જે હવે આગામી દિવસોમાં આવે તેવી સંભાવનાં છે.
જસદણ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2106 |
ઘઉં | 370 | 411 |
જીરું | 2500 | 4150 |
એરંડા | 1000 | 1244 |
તલ | 1200 | 2121 |
બાજરો | 351 | 351 |
ચણા | 850 | 915 |
મગફળી જાડી | 1080 | 1210 |
લસણ | 150 | 150 |
જુવાર | 350 | 600 |
સોયાબીન | 1100 | 1400 |
ધાણા | 1300 | 2000 |
તુવેર | 1000 | 1175 |
તલ કાળા | 1350 | 2250 |
મગ | 700 | 1150 |
મેથી | 900 | 1300 |
રાઈ | 1000 | 1220 |
સિંગ'દાણા | 1100 | 1530 |
મરચા સુકા | 1500 | 2750 |
ઘઉં ટુકડા | 375 | 465 |
કળથી | 666 | 666 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 2151 |
મગફળી | 975 | 975 |
ઘઉં | 400 | 446 |
જીરું | 1810 | 3505 |
ચણા | 800 | 928 |
જુવાર | 583 | 583 |
ધાણા | 1690 | 1690 |
કળથી | - | - |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 409 | 421 |
જીરું | 2500 | 4000 |
એરંડા | 1250 | 1343 |
બાજરો | 325 | 350 |
રાયડો | 900 | 1240 |
ચણા | 878 | 959 |
મગફળી ઝીણી | 800 | 1150 |
ડુંગળી | 100 | 480 |
લસણ | 50 | 310 |
અજમો | - | - |
ધાણા | 1500 | 2000 |
તુવેર | 800 | 1240 |
અડદ | 235 | 685 |
મરચા સુકા | - | - |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 450 |
ઘઉં ટુકડા | 405 | 456 |
ચણા | 750 | 919 |
અડદ | 800 | 1320 |
તુવેર | 1100 | 1259 |
મગફળી જાડી | 850 | 1194 |
તલ | 2000 | 2168 |
ધાણા | 1425 | 2161 |
સોયાબીન | 1000 | 1448 |
જીરું | 3000 | 3530 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2030 |
ઘઉં | 420 | 480 |
જીરું | 2550 | 4270 |
એરંડા | 1100 | 1358 |
રાયડો | 1076 | 1221 |
ચણા | 695 | 1025 |
મગફળી ઝીણી | 900 | 1152 |
જુવાર | 462 | 530 |
સોયાબીન | 1142 | 1299 |
ધાણા | 800 | 1677 |
તુવેર | 1000 | 1170 |
અડદ | 751 | 1259 |
રાઈ | 1010 | 1157 |
ગુવારનું બી | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1600 | 2111 |
ઘઉં લોકવન | 403 | 432 |
ઘઉં ટુકડા | 409 | 480 |
જુવાર સફેદ | 465 | 601 |
તુવેર | 1050 | 1202 |
ચણા પીળા | 880 | 912 |
અડદ | 710 | 1300 |
મગ | 1132 | 1441 |
એરંડા | 1301 | 1340 |
અજમો | 1450 | 2360 |
સુવા | 940 | 1211 |
સોયાબીન | 1320 | 1381 |
કાળા તલ | 1800 | 2400 |
ધાણા | 1440 | 2380 |
જીરું | 3500 | 4200 |
ઇસબગુલ | 1850 | 2260 |
રાઈડો | 1050 | 1261 |
ગુવારનું બી | 1100 | 1141 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1550 | 2035 |
મગફળી | 1001 | 1183 |
ઘઉં | 351 | 411 |
જીરું | 3451 | 4151 |
એરંડા | 1325 | 1382 |
ધાણા | 1450 | 2420 |
રાઇ | 1020 | 1175 |