khissu

વડાપ્રધાને કોરોના અંગે દેશને કર્યું સંબોધન, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

હાલ દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે વડાપ્રધાન સહિત દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. કોરોનાની પરિસ્થિતિને કન્ટ્રોલ કરવા અવનવા પ્રયોગો કરી રહ્યા છે. દેશમાં જ્યારે કોરોના વેકસીનની શોધ થઈ ચૂકી છે ત્યારે સરકારને થોડો દિલાસો છે.

કોરોના મહામારીને ધ્યાને લેતાં આજે વડાપ્રધાને દેશને કર્યું સંબોધન :

આજે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કોરોના મહામારી અંગે દેશને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દેશના તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી કે જેવી રીતે લોકો મહામારીનો સામનો કરી રહ્યાં છે. અને ઘણાં લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યાં છે.

આ ઉપરાંત વડાપ્રધાને દેશના તમામ ડોક્ટરો, નર્સો, સફાઈ કામદાર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સુરક્ષાદળ અને પોલીસ કર્મીઓની પ્રશંશા કરી હતી કે જેઓ પોતાના જીવને દાવ પર લગાવી લોકોની રક્ષા કરી છે. પોતાના પરિવારનો વિચાર કર્યા વગર એક માનવતા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાને કહ્યું કે કોરોનાનો બીજા કહેરમાં દર્દીઓને ઓક્સિજનની ખૂબ જરૂર પડી રહી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત દરેક રાજ્યોની સરકાર અને પ્રાઇવેટ સેક્ટરો પણ જરૂરીયાતમંદ લોકોને ઓક્સિજન મળી રહે તેવા તમામ પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: સાવધાન : કોરોના આગાહી, મેં મહિનામાં કોરોના વધુ ઘાતક બનશે

આ ઉપરાંત વડાપ્રધાને દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો જેઓએ રાત-દિવસ એક કરીને વેકસીનની શોધમાં લાગી ગયા હતા. આજે વિશ્વની સૌથી સસ્તી વેકસીન ભારતમાં છે. આ પ્રયાસમાં ખાનગી સેક્ટરે ઇનોવેશન અને ટેકનોલોજીનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે.

તો આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો મોટો નિર્ણય :

- કોવિડની સારવાર માટે હવે કોઈ પણ મંજૂરીની જરૂર નહીં કોઈપણ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક, નર્સિંગ હોમમાં કોરોનાની સારવાર કરી શકશે. 

- આરોગ્ય કર્મીને પ્રોત્સાહન રૂપે વેતનમાં વધારો કરાશે 3 મહિના સુધી વધારાનું માનદ વેતન અપાશે. 

- વર્ગ 4 ના કર્મીઓને 15 હજાર અપાશે. 

- જુનિયર ફામસિસ્ટ, લેબ ટેક્નિશિયનને 18 હજારનું વેતન અપાશે. 

- આઉટ સોસિંગની નર્સિગ બહેનોને 20 હજાર અપાશે નવા જે પણ કર્મી જોડાશે તેને 20 હજાર વેતન અપાશે. 

- મેડિકલ ઓફિસરને સવા લાખનું વેતન અપાશે. 

- તજજ્ઞ ડોક્ટરોને માનદ વેતન અઢી લાખ રૂપિયા અપાશે. 

- ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે.