khissu

જો કોરોનાને કારણે લગ્ન રદ થશે તો આ સ્કીમ હેઠળ તમને મળશે 10 લાખ સુધીનું વળતર

ભારતમાં કોરોનાનો ખતરો વધતા ફરી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, દિલ્હીમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, હવે જો દિલ્હીમાં કોઈપણ લગ્ન કે ફંક્શનમાં માત્ર 20 લોકો જ જઈ શકશે. તેથી સૌથી વધુ ટેન્શન તે લોકોને છે જેમના ઘરે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્ન થવાના છે. કારણે લોકો આર્થિક નુકસાનને ભુલીને કોરોનાને કારણે લગ્ન રદ્દ કરી રહ્યા છે.

હવે જો તમારે ત્યાં પણ કોઈના લગ્ન છે અને તમે કોરોના વાયરસને કારણે લગ્ન રદ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા લગ્ન રદ થવા પર તમને 10 લાખ સુધીનો લાભ મળી શકે છે.

લગ્ન વીમો
નોંધનિય છે કે, જો તમે લગ્ન રદ થવાથી આર્થિક નુકસાનથી બચવા માંગતા હોય તો તમે લગ્નનો વીમો લઈ શકો છો. દેશમાં કોરોનાના વધતા ખતરાને જોતા આ વર્ષે પણ ઘણા લગ્નો રદ કરવામાં આવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે બેન્ક્વેટ હોલ, ફાર્મ હાઉસનું બુકિંગ કેન્સલ થવા પર પૈસા પરત આપવાની ના પાડે છે, તો હવે આ વસ્તુના બુકિંગ માટે આપણે એડવાંસમાં મોટી રકમ આપી ચૂક્યા હોઈએ છીએ, આવી પરિસ્થિતિ આવે ત્યારે અમારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તેથી તમે લગ્નનો વીમો લઈ શકો છો.

તમે આના પર વીમો લઈ શકો છો
- તમે ટ્રાવેલ એજન્સીઓને પૈસા એડવાન્સ આપ્યા છે.
- તમે લગ્નના કાર્ડ પ્રિન્ટ કરવા માટે એડવાન્સ પૈસા આપ્યા છે.
- લગ્નમાં સંગીત અને સજાવટ માટે આપેલા પૈસા.
- જે પૈસા તમે કેટરરને એડવાન્સ તરીકે આપ્યા છે.
- તમે લગ્ન માટે હોલ કે હોટલ બુક કરાવી છે.

વીમા રકમ
આ રકમ તમે કેટલો વીમો લીધો છે તેના આધારે લગ્નનો વીમો નક્કી કરવામાં આવે છે. તેની સૌથી સારી બાબત એ છે કે જો તમે લગ્નની તારીખ બદલી નાખી હોય તો પણ તમે વીમાનો દાવો કરી શકો છો. જો તમે 10,00,000 સુધીનો વેઇટિંગ ઇન્શ્યોરન્સ લો છો, તો તમારે 7500 થી 15 હજાર રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ સંજોગોમાં નહીં મળે વીમાનો લાભ
- જો લગ્ન અચાનક તૂટી જાય અથવા રદ થઈ જાય તો પણ તમે વીમાનો દાવો કરી શકતા નથી.
- તમે કોઈપણ પ્રકારની હડતાળમાં વીમાનો દાવો મેળવી શકતા નથી.
- જો વરરાજાનું અપહરણ કરવામાં આવે અને નક્કી કરેલા દિવસે લગ્ન ન થાય તો પણ તમે વીમાનો દાવો ન કરી શકો
- જો લગ્નના કપડા કે કોઈ અંગત વસ્તુને નુકશાન થાય તો પણ તમને વીમાનો દાવો ન કરી શકો.
- ઈલેક્ટ્રિક અથવા યાંત્રિક ખામી હોય તો પણ વીમાનો દાવો આપવામાં આવશે નહીં.
- જો તમે લગ્નનું સ્થળ બદલો કે રદ કરો તો પણ તમે દાવો કરવા માટે હકદાર નહીં રહેશો.
- જો ઈરાદાપૂર્વક કોઈ નુકસાન થયું હોય તો પણ વીમાનો દાવો ઉપલબ્ધ રહેશે નહીં

લગ્ન વીમો કેવી રીતે લેવો?
નોંધનિય છે કે, વીમો લેતા પહેલા તમારે લગ્નના ખર્ચની માહિતી વીમા કંપની અથવા એજન્સીને આપવી પડે છે. આ ઉપરાંત જો તમને કોઈ નુકશાન થાય તો તરત જ વીમા કંપનીને જાણ કરવાની રહે છે. જો તમારી પાસેથી કંઈપણ ચોરાઈ જાય, તો તેની પોલીસને જાણ કરો અને એફઆઈઆરની નકલ વીમા કંપનીને પહોંચતી કરો.

તમને જણાવી દઈએ કે, દાવો મેળવવા માટે તમારે એખ ફોર્મ ભરવું પડશે અને કંપનીને તમામ જરૂરી દસ્તાવેજો આપવા પડશે. ત્યાર બાદ કંપની તેના પ્રતિનિધિને મોકલીને બધી ચકાસણી કરશે. જો તમારો દાવો સાચો સાબિત થશે, તો વીમા કંપની દ્વારા તમને નુકસાન માટે વળતર આપવામાં આવશે.