khissu

એસી હોય તો જાણી લેજો, એસિમાં હોય છે એક ખાસ બટન, ચોમાસમાં લાગશે ખૂબ જ કામ

એસીની ઠંડી હવા આગળ કોઇ બીજી વસ્તુ આવે નહીં. લોકોનું માનવું હોય છે કે ચોમાસાની સિઝનમાં એસીનું શું કામ? બગડી જાય તો? આમ, આવાં જાતજાતનાં સવાલો મનમાં થતાં હોય છે. પરંતુ ચોમાસામાં એસી તમારી મજામાં ડબલો વધારી શકે છે.

આવું એ માટે કારણકે વરસાદી માહોલમાં હવામાં ભેજ વધી જાય છે જેના કારણે ચીકાશ રહે છે. આ કારણે બફારો વધારે લાગે છે. વરસાદની સિઝનમાં પંખાની હવા એટલી ઠંડી લાગતી નથી અને આપણને પરસેવો પણ વધારે થાય છે.

આ પણ વાંચો: BOB ગ્રાહકો ધ્યાન આપે, નવા વ્યાજદર અને લોન હપ્તાને લઈને બે મોટી જાહેરાત, આજે જ જાણો

આમ, હવે વાત જ્યારે એસીની આવે ત્યારે બહુ ઓછાં લોકો જાણતાં હોય છે કે વરસાદની સિઝન માટે એસીમાં એક ખાસ મોડ આવે છે. આ મોડ ‘Dry Mode’ છે. 

એસીમાં આવતો ડ્રાય મોડ એક એવું ફંક્શન હોય છે જેનો ઉપયોગ વરસાદનાં દિવસોમાં કરવામાં આવે છે. આવું એ માટે કારણકે વરસાદનાં દિવસોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને આ મોડ હવાને સૂકવીને રૂમનાં વાતાવરણને ઠંડુ અને ડ્રાય રાખે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આ જાણવું પણ જરૂરી છે
ડ્રાય મોડનું કામ રૂમનાં ટેમ્પરેચરને કામ કરવાની જગ્યાએ હવા સુકવવાનું કામ કરે છે. આ તમને આરામદાયક ફિલ કરે છે.

જો તમે ભેજવાળી આબોહવાવાળા વિસ્તારમાં રહો છો, તો ડ્રાય મોડનો ઉપયોગ તમને આખા વર્ષ દરમિયાન સુખદ અને સ્વસ્થ વાતાવરણ જાળવવામાં મદદ કરી શકે છે.

જો તમારી પાસે કપડાં સૂકવવાનું બીજું કોઈ સાધન નથી તો તમે ડ્રાય મોડનો ઉપયોગ કરીને કપડાંને ઝડપથી સૂકવી શકો છો. ડ્રાય મોડનો ઉપયોગ લાંબા સમય સુધી ન કરવો જોઈએ કારણકે એનાથી રૂમની હવા ખૂબ સૂકી થઈ શકે છે જે ત્વચા અને શ્વસનતંત્ર માટે હાનિકારક બની શકે છે.