મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે પંરતુ સામે ઘરાકી ન હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની બજારમાં હાલ ઘરાકી નથી, પંરતુ સામે સીંગદાણામાં પણ લેવાલી નથી, જેને પગલે તેનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી પણ વધુનો ઘટાડો થયો છે. મગફળીનાં વેપારીઓ કહે છેકે ખેડૂતોનાં માલની આવકો હવે ઘટી રહી છે જો બજાર બહુ ઘટશે તો કેટલાક સ્ટોકિસ્ટો નબળો માલ બજારમાં ઠલવે તેવી પણ સંભાવનાં છે. સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવની મગફળી અત્યાર સુધીમાં ૫૦થી ૫૨ હજાર ટન વચ્ચે ગઈ હોવાનો અંદાજ છે, જેમાં આ વર્ષે બહુ મોટો વધારો થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. ખરીદીનાં ત્રણ મહિનામાંથી પોણા બે મહિના જેવો સમય તો વીતિ ગયો છે.
ડુંગળીની આવકોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ભાવ ટકેલા રહ્યા હતાં. રાજકોટનાં અગ્રણી વેપારી પ્રફુલભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે ડુંગળીનાં વાવેતર આ વર્ષે ત્રણ ગણા થયા છે, પંરતુ પાકમાં બગાડ થાય તો ઉત્પાદન ઓછું ઉતરે તેવી ધારણાં છે, પરિણામે અત્યારે આવકો સારી હોવા છત્તા ભાવ ટકેલા રહ્યાં હતાં. રાજકોટમાં સરેરાશ આવકો થાય ત્યારે ૧૫થી ૨૦ હજાર કટ્ટાની આવક થાય છે. ત્રણ દિવસપ હેલા આવક કરી ત્યારે ૨૫થી ૨૮ હજાર કટ્ટાની આવક થઈ હતી.
કપાસમાં સારી કવોલીટી અને મિડિયમ-હલકા વચ્ચેનો તફાવત વધતો જાય છે. સૌરાષ્ટ્રના કપાસના બ્રોકરના જણાવ્યા અનુસાર એકદમ સારી કવોલીટીનો કપાસ બુધવારે રૂા.૧૦ થી ૧૫ ઊંચા ભાવે પણ ખપતો હતો કારણ કે આવક દિવસેને દિવસે ઘટતી જાય છે અને બજારમાં સારી કવોલીટીના કપાસ ગોત્યા જડતાં નથી. જીનર્સોને હાલ સારી કવોલીટીના રૂના ઓર્ડરો પૂરા કરવાના હોઇ સારી કવોલીટી મળે તો ઊંચા ભાવે પણ કપાસ ખરીદવા જીનર્સો તૈયાર છે. આજે સારી કવોલીટીના લોકલ કપાસના જીનપહોંચ રૂા.૧૭૮૦ થી ૧૭૯૦, મહારાષ્ટ્રના પ્રિમિયમ કપાસના ઊંચામાં રૂા.૧૭૩૦-૧૭૩૫ અને આંધ્ર-કર્ણાટકના સારા કપાસના રૂા.૧૭૨૫-૧૭૩૫ બોલાતા હતા. હલકા અને મિડિયમ કપાસના ભાવ ટકેલા હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ધીમે ધીમે ઘસાતી જાય છે ખાસ કરીને ફરધર કપાસની કવોલીટી બહુ જ નબળી હોઇ તા.૨૦મી જાન્યુઆરી પછી ગુજરાતમાં મહારાષ્ટ્રનો કપાસ બહુ જ ઓછો મળશે તેવી ધારણા છે.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1040 | 1861 |
મગફળી | 850 | 1130 |
ઘઉં | 200 | 444 |
જીરું | 2735 | 3085 |
એરંડા | 1050 | 1050 |
તલ | 1815 | 2530 |
બાજરો | 363 | 486 |
ચણા | 500 | 895 |
જુવાર | 250 | 463 |
ધાણા | 1000 | 1430 |
તુવેર | 500 | 1090 |
તલ કાળા | 1905 | 2555 |
મગ | 900 | 1360 |
અડદ | 450 | 1400 |
મેથી | 625 | 1313 |
રાઈ | 800 | 1450 |
મઠ | 1030 | 1660 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1461 | 1807 |
ઘઉં લોકવન | 405 | 431 |
ઘઉં ટુકડા | 415 | 474 |
જુવાર સફેદ | 340 | 581 |
જુવાર પીળી | 271 | 342 |
બાજરી | 395 | 411 |
તુવેર | 930 | 1217 |
ચણા પીળા | 690 | 975 |
મગ | 1015 | 1424 |
મઠ | 1450 | 1710 |
કળથી | 750 | 980 |
મગફળી જાડી | 901 | 1128 |
મગફળી ઝીણી | 898 | 1215 |
એરંડા | 1091 | 1162 |
અજમો | 1450 | 2080 |
સોયાબીન | 1050 | 1301 |
કાળા તલ | 1940 | 2525 |
લસણ | 225 | 515 |
ઇસબગુલ | 1850 | 2240 |
રાયડો | 1250 | 1345 |
ગુવારનું બી | 1110 | 1135 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 980 | 1847 |
ઘઉં | 377 | 445 |
જીરું | 1800 | 1361 |
તલ | 1000 | 2171 |
ચણા | 650 | 925 |
મગફળી ઝીણી | 992 | 1100 |
મગફળી જાડી | 915 | 1112 |
સોયાબીન | 980 | 1198 |
ધાણા | 1400 | 1534 |
તુવેર | 650 | 1163 |
મકાઇ | 320 | 350 |
તલ કાળા | 1230 | 2655 |
અડદ | 656 | 1551 |
મેથી | 1081 | 1198 |
સિંગદાણા | 950 | 1290 |
ઘઉં ટુકડા | 381 | 475 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1501 | 1801 |
ઘઉં | 400 | 453 |
જીરું | 2130 | 2962 |
તલ | 1200 | 2160 |
બાજરો | 320 | 452 |
ચણા | 652 | 842 |
મગફળી જીણી | 640 | 1264 |
તલ કાળા | 1585 | 2439 |
મગ | 671 | 1235 |
અડદ | 400 | 1400 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1821 |
જીરું | 2200 | 3111 |
ઘઉં | 396 | 482 |
એરંડા | 921 | 1166 |
તલ | 1501 | 2201 |
ચણા | 651 | 891 |
મગફળી જીણી | 825 | 1165 |
મગફળી જાડી | 780 | 1176 |
ડુંગળી | 91 | 406 |
લસણ | 221 | 401 |
સોયાબીન | 1001 | 1661 |
તુવેર | 626 | 1131 |
મગ | 850 | 1451 |
અડદ | 581 | 1441 |
મરચા સુકા | 501 | 3451 |
ઘઉં ટુકડા | 398 | 502 |
શીંગ ફાડા | 891 | 1351 |