આજ તારીખ 10/11/2021, બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા, ગોંડલ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ગુજરાતની ઘણી માર્કેટ યાર્ડો છે જેમાં આજે કપાસ અને મગફળીના ભાવ સાથે ડુંગળીના ભાવ પણ સારા એવા જોવા મળ્યા હતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીનો ભાવ પ્રતિ 20 કિલોનો રૂ.1150 રહ્યો હતો અને કપાસનો ભાવ પ્રતિ 20 કિલોનો રૂપિયા 1750 રહ્યો હતો. આજથી ઓઇલ મિલર્સ અને જિનર્સ તેમજ સ્પિનર્સ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ગઈકાલે મગફળીની મબલખ આવક થયા બાદ આજથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે હવે જ્યાં સુધી પડતર જથ્થા નો નિકાલ ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રહેશે.
આ વર્ષે મગફળીનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જેથી યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. મગફળીની આવક થતા માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ઊઠ્યું છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે સરકારના ટેકાના ભાવે વેચાણ કરવાના બદલે ખેડૂતો ખુલ્લા માર્કેટમાં મગફળી વેચવા માટે લાઇનો લગાવી રહ્યા છે. જેથી ખેડૂતોને સરકારી ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
નાળીયેર | 481 | 2200 |
કપાસ | 1260 | 1700 |
લાલ ડુંગળી | 172 | 601 |
સફેદ ડુંગળી | 178 | 600 |
મગફળી | 700 | 1263 |
જુવાર | 287 | 368 |
બાજરી | 279 | 481 |
ઘઉં | 300 | 533 |
અડદ | 860 | 1340 |
મગ | 700 | 1599 |
સોયાબીન | 922 | 992 |
ચણા | 469 | 982 |
તલ સફેદ | 178 | 600 |
તલ કાળા | 1520 | 2491 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1560 | 1735 |
ઘઉં | 392 | 419 |
જીરું | 2500 | 2820 |
રાયડો | 1450 | 1600 |
લસણ | 425 | 1000 |
મગફળી ઝીણી | 800 | 1080 |
મગફળી જાડી | 830 | 1125 |
તલ કાળા | 2200 | 2986 |
મગ | 1050 | 1501 |
મેથી | 1190 | 1414 |
એરંડા | 1134 | 1276 |
અજમો | 1365 | 2240 |
ધાણા | 1200 | 1475 |
રજકાનું બી | 3500 | 5050 |
સોયાબીન | 950 | 1091 |
રાય | 1550 | 1635 |
ઈસબગુલ | 1550 | 2265 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1721 |
મગફળી ઝીણી | 820 | 1176 |
મગફળ જાડી | 770 | 1186 |
એરંડા | 1121 | 1271 |
તલ | 1676 | 2231 |
જીરું | 2076 | 2801 |
ધાણા | 1000 | 1421 |
તુવેર | 921 | 1201 |
અડદ | 726 | 1381 |
મગ | 961 | 1411 |
ચણા | 751 | 1071 |
સોયાબીન | 911 | 1081 |
ડુંગળી લાલ | 121 | 576 |
રાય | 1391 | 1461 |
મેથી | 800 | 1331 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 427 |
મગ | 1950 | 2265 |
કાળા તલ | 2450 | 2840 |
મગ | 1200 | 1255 |
લસણ | 250 | 720 |
મગફળી ઝીણી | 950 | 1445 |
મગફળી જાડી | 950 | 1050 |
અજમો | 2000 | 2810 |
કપાસ | 1300 | 1740 |
જીરું | 2000 | 2810 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 404 | 443 |
બાજરી | 400 | 400 |
અડદ | 351 | 1367 |
મગ | 850 | 1445 |
તલ | 1500 | 2222 |
કાળા તલ | 1500 | 2900 |
ચણા | 740 | 958 |
મગફળી ઝીણી | 700 | 1183 |
કપાસ | 1101 | 1731 |
જીરું | 2150 | 2650 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 900 | 1179 |
ઘઉં | 370 | 419 |
અડદ | 1280 | 1401 |
મગ | 1100 | 1318 |
તલ | 1500 | 2170 |
ચણા | 750 | 933 |
મગફળી જાડી | 800 | 1101 |
તલ કાળા | 2200 | 2958 |
ધાણા | 1000 | 1408 |
જીરું | 2200 | 2600 |