આજ તારીખ 18/11/2021, ગુરૂવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
રાજ્યમાં મગફળીની ખરીદી પર હવે માવઠાની અસર જોવા મળી રહી છે. જેના લીધે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે બે દિવસ માટે મગફળી ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યનાં 91 APMC કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. માવઠા બાદ મગફળી ખરીદી શરૂ કરવા માટે જિલ્લા સ્તરે પરિસ્થિતિને આધીન નિર્ણય લેવામાં આવશે.
કપાસ બજારમાં સતત ભાવ ધટાડો જોવા મળી રહ્યો છે હરિયાણા બાજુ કપાસના ભાવ વધ્યા બાદ ગુજરાતમાં પણ કપાસના ભાવ વધવાની શક્યતાઓ સેવાઇ રહી હતી જો કે હાલમાં ભાવમાં ઘટાડો થતા ખેડૂતો અને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
બીજી તરફ ખેતરોમાં કપાસનો પણ તૈયાર પાક લહેરાય રહ્યો છે. જો કમોૈસમી વરસાદ ત્રાટકશે તો સોના જેવા કપાસના પાક પર ઝેર સમાન થશે. આથી જગતનો તાત લોહી પાણી એક કરી તૈયાર કપાસ ઉતારી લેવા કામગીરી કરી રહ્યાં છે. એટલું જ નહીં ખેડૂતો પાસે તૈયાર માલ સાચવવાની પણ પુરતી વ્યવસ્થા ન હોવાથી તૈયાર માલના ખેતરો વચ્ચે અને ફળિયામાં ઢગલાં પડ્યાં છે. જેનો સંગ્રહ કરવામાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. એક બાજુ મજૂરોની ઘટ, તૈયાર માલ સાચવવા ગોડાઉનની ઘટ, શિયાળું સિઝનનો પ્રારંભ અને ચોમાસુ પાક તૈયાર થવાના સમયે જ બરોબર માવઠાએ મોકરાણ સજર્તા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
નાળીયેર | 550 | 2000 |
કપાસ | 635 | 1649 |
લાલ ડુંગળી | 106 | 441 |
સફેદ ડુંગળી | 110 | 523 |
મગફળી | 834 | 1025 |
જુવાર | 261 | 352 |
બાજરી | 250 | 611 |
ઘઉં | 325 | 513 |
અડદ | 590 | 1500 |
મગ | 670 | 1351 |
સોયાબીન | 1125 | 1166 |
ચણા | 600 | 973 |
તલ સફેદ | 1980 | 2311 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1480 | 1700 |
ઘઉં | 405 | 427 |
જીરું | 2500 | 3000 |
રાયડો | 1000 | 1420 |
લસણ | 250 | 600 |
તલ કાળા | 2205 | 2700 |
મેથી | 1100 | 1431 |
એરંડા | 1150 | 1250 |
રજકાનું બી | 3800 | 5400 |
સોયાબીન | 1139 | 1204 |
રાય | 1350 | 1565 |
ઈસબગુલ | 1650 | 2250 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1681 |
ઘઉં | 401 | 556 |
જીરું | 2151 | 2971 |
એરંડા | 1141 | 1266 |
તલ | 1701 | 2241 |
ચણા | 751 | 976 |
મગફળી ઝીણી | 850 | 1161 |
મગફળી જાડી | 820 | 1196 |
ડુંગળી | 81 | 441 |
સોયાબીન | 1061 | 1226 |
ધાણા | 1051 | 1531 |
તુવેર | 951 | 1171 |
મગ | 1000 | 1481 |
મરચા સુકા | 251 | 2601 |
ઘઉં ટુકડા | 412 | 531 |
શીંગ ફાડા | 1000 | 1596 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1670 |
ઘઉં | 361 | 436 |
જીરું | 2200 | 3055 |
એરંડા |
|
|
તલ | 2090 | 2235 |
બાજરો | 300 | 430 |
મગફળી ઝીણી | 1000 | 1520 |
મગફળી જાડી | 950 | 1080 |
લસણ | 210 | 790 |
અજમો | 1410 | 2460 |
તલ કાળા | 2000 | 2685 |
અડદ | 1260 | 1440 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 391 | 437 |
અડદ | 411 | 1343 |
તલ | 1300 | 2164 |
કાળા તલ | 1825 | 2536 |
ચણા | 742 | 908 |
મગફળી ઝીણી | 800 | 1264 |
કપાસ | 1075 | 1643 |
જીરું | 2250 | 3052 |