આ વખતે કપાસના સારા ભાવ મળી શકે છે હાલમાં ક્વોલિટી મુજબ ભાવ રૂ. 1300-1700 ભાવ મળી રહ્યા છે. ત્યારે પ્રથમ વખત ડિસેમ્બર મહિનામાં કપાસના વિક્રમી ભાવ બોલાય શકે છે જેમાં હાલની આવકોના ભાવ રૂ.1300થી 1500 રહેવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. આગામી સમયમાં કપાસનાં ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા છે.
હાલ દેશની અંદર દૈનિક આવક 1.50 લાખ જેટલી ગાંસડીઓનું ઉત્પાદન થાય છે. જેમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુગાન્ડા ની અંદર કપાસ નું સારું એવું ઉત્પાદન થયું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોની અંદર ખરીદારો ઓછા જોવા મળે છે.
આમ આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોટનની માંગ ઊંચા સ્તરે છે તો કોટન યાર્ન નિકાસમાં 30 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે જો કે ભાવ વધારા 15 ડિસેમ્બર ઘટી શકે છે કપાસના ભાવ પ્રતિ દિવસ 55 હજાર ગાંસડી આવક ચાલુ થતાં ભાવ ઘટવાની શક્યતા જોવાઈ રહી છે.
કપાસની આવક વધવાની સામે ભાવ ઘટવાની શકયતા દેખાઈ રહી છે. નવેમ્બર મહિનાના અંત સુધીમાં કપાસનાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. આમ, નિષ્ણાતોનુ કહેવુ છે કે હાલ ખેડૂતો કપાસના સારા બજાર ભાવ લઈ શકે છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1760 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 25 નવેમ્બર 2021 ને ગુરૂવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1540 | 1720 |
જસદણ | 1100 | 1725 |
બોટાદ | 975 | 1740 |
જામજોધપુર | 1560 | 1740 |
ભાવનગર | 1000 | 1331 |
જામનગર | 1300 | 1751 |
બાબરા | 1500 | 1725 |
મોરબી | 1101 | 1741 |
હળવદ | 1250 | 1700 |
વિસાવદર | 1560 | 1740 |
અમરેલી | 900 | 1760 |
ઉપલેટા | 1000 | 1705 |
લાલપુર | 1585 | 1750 |
હિંમતનગર | 1375 | 1634 |
ધ્રોલ | 1300 | 1692 |
પાલીતાણા | 1180 | 1700 |
માણસા | 925 | 1670 |
કડી | 1531 | 1722 |
સિધ્ધપુર | 1500 | 1723 |
ડિસા | 1551 | 1580 |
ચાણસ્મા | 1360 | 1645 |
ઉનાવા | 1000 | 1706 |