કપાસમાં છેલ્લા બે દિવસમાં મણે રૂા.20 થી ૨૫નો ઘટાડો નોંધાયો છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક સતત બીજે દિવસે વધીને 300 ગાડીથી વધુ થતાં તેમજ રૂના ભાવ ઘટતાં જીનર્સોની ડિસ્પેરિટિ વધતાં જીનોની કપાસ ખરીદી ઘટતાં ગુરૂવારે પણ કપાસમાં રૂા.10 થી 15 ઘટયા હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસના રૂા.1550 થી 1680 અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.1710 થી 1715 બોલાતા હતા. મહારાષ્ટ્રમાં કપાસની વેચવાલી છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કપાસમાં રૂા.10 થી 15 ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનો ખાલી છે પણ જીનર્સો ડિસ્પેરિટિ હોઇ ઊંચા ભાવે કોઇને કપાસ ખરીદવો નથી જેને કારણે કપાસમાં સતત ઘસારો જોવા મળી રહ્યો છે. જીન પહોંચ સુપર કપાસના રૂા.1740 અને મિડિયમ કપાસના રૂા.1700 ભાવ હતા.
ખેડૂતો પાસે જ્યારે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસ ભાવ માં વધારો જોવા મળ્યો છે. જેમાં ઘણાં જવાબદાર કારણો છે જેવા કે,
૧) સારી ગુણવત્તા વાળા કપાસની માંગ વિદેશ માં વધી છે.
૨) કપાસ આવક ઓછી થઈ છે / કમોસમી વરસાદ / ગુલાબી ઈયર જવાબદાર
૩) આ વર્ષે ઓછું વાવેતર/ઉત્પાદન થયું છે.
૪) આગળ ભાવ વધશે તેવી આશા રાખી ઘણાં ખેડૂતો /વેપારી સંગઠનો સંગ્રહ કરી બેઠાં છે
૫) સારી ગુણવત્તા નો કપાસ ઓછો છે, આ સિવાઈ બીજાં કારણો પણ જવાબદાર છે.
હાલ, કપાસની આવક ખેડૂતો પાસે તળિયે છે ત્યારે બજાર ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે અને આ વર્ષે કપાસમાં ગુલાબી ઈયળ અને કમોસમી વરસાદ ને કારણે ઉત્પાદન પણ ઘટયું છે. આગળ હજી પણ ભાવ વધારો થાય તેવી સંભાવના કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1750 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં કાલાવડ અને હારીજ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1780 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ 09 ડીસેમ્બર 2021 ને ગુરુવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1490 | 1745 |
અમરેલી | 800 | 1780 |
ગોંડલ | 1111 | 1761 |
જસદણ | 1150 | 1750 |
મહુવા | 801 | 1715 |
ભાવનગર | 1060 | 1038 |
હારીજ | 2600 | 1736 |
કાલાવડ | 1000 | 1780 |
મોડાસા | 1530 | 1625 |
તલોદ | 1300 | 1666 |
બોટાદ | 1040 | 1775 |
જામજોધપુર | 1450 | 1750 |
બાબરા | 1570 | 1775 |
જામનગર | 1500 | 1760 |
વાંકાનેર | 950 | 1738 |
મોરબી | 1250 | 1350 |
હળવદ | 1300 | 1730 |
જુનાગઢ | 1550 | 1674 |
વિછીયા | 1200 | 1720 |
લાલપુર | 1325 | 1739 |
ધનસુરા | 1300 | 1675 |
વિજાપુર | 1100 | 1759 |
ગોજારીયા | 1350 | 1727 |
હિંમતનગર | 1500 | 1692 |
મોડાસા | 1350 | 1625 |
થરા | 1550 | 1700 |