પેદાશોના સતત ઘટતાં જતાં ભાવથી ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના 56 લાખ જેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી પણ નીચા ભાવો આજે ખેડૂતોને મળી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ ખેત પેદાશો ખરીદવા માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ તે પણ સમયસર થતાં નથી. ટેકાના જે ભાવો જાહેર થયા છે તે પણ નીચા હોવાનો સૂર ખેડૂત આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.
ખેતીમાં બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલના ભાવોમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યું છે. અત્યારે ખેડૂતોના કપાસના ભાવ 20 કિલોએ 1200થી 1300, સોયાબીનના 900થી 925, રાયડાના 1,000થી 1,050, દિવેલાના ભાવ 1100 આસપાસ મળી રહ્યા છે. આ ઉપરાંત રવી પાક ઘઉ, ચણા, ધાણા, મકાઈના ભાવ પણ સતત ઘટતા જાય છે, જેના કારણે ખેડૂતોનું ટેન્શન વધ્યું છે.
ખેડૂત આગેવાનો કહે છે કે, આજે ખેડૂતો પોષણક્ષમ ભાવના અભાવે દેવાદાર બની રહ્યા છે. કેન્દ્ર સરકાર જનતાને વાજબી ભાવે ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે નિકાસબંધી જાહેર કરે છે, જોકે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે, ખેત પેદાશોની નિકાસબંધીની સીધી અસર ખેડૂતોની રોજગારી પર પડી રહી છે. ઘઉં અને ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
બીજી તરફ ખાદ્ય તેલ વગેરેની આયાતની છૂટથી વિદેશથી બેરોકટોક આયાતો થઈ રહી છે, જેના કારણે ઘર આંગણાની ખેત પેદાશોના ભાવ પણ ખૂબ નીચા થઈ રહ્યા છે. એકંદરે સરકારે ખેડૂતલક્ષી નીતિ અપનાવવી જોઈએ, તેવી માગણી ખેડૂત આગેવાનો કરી રહ્યા છે.
તા. 10/01/2024, બુધવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1175 | 1508 |
અમરેલી | 992 | 1445 |
સાવરકુંડલા | 1200 | 1471 |
જસદણ | 1050 | 1425 |
બોટાદ | 1180 | 1485 |
મહુવા | 802 | 1382 |
કાલાવડ | 1300 | 1476 |
જામજોધપુર | 1100 | 1481 |
ભાવનગર | 1165 | 1417 |
જામનગર | 1000 | 1500 |
બાબરા | 1100 | 1460 |
જેતપુર | 1111 | 1456 |
વાંકાનેર | 1100 | 1485 |
મોરબી | 1201 | 1471 |
રાજુલા | 1000 | 1417 |
હળવદ | 1201 | 1458 |
વિસાવદર | 1135 | 1451 |
તળાજા | 1051 | 1437 |
બગસરા | 1050 | 1500 |
જુનાગઢ | 1000 | 1322 |
ઉપલેટા | 1200 | 1470 |
માણાવદર | 1190 | 1590 |
ધોરાજી | 1036 | 1436 |
વિછીયા | 1160 | 1430 |
ધારી | 1016 | 1427 |
લાલપુર | 1364 | 1475 |
ધ્રોલ | 1190 | 1451 |
પાલીતાણા | 1050 | 1425 |
સાયલા | 1324 | 1459 |
હારીજ | 1200 | 1443 |
ધનસૂરા | 1000 | 1400 |
વિસનગર | 1200 | 1469 |
વિજાપુર | 1000 | 1464 |
કુકરવાડા | 1290 | 1448 |
ગોજારીયા | 1420 | 1423 |
હિંમતનગર | 1321 | 1455 |
માણસા | 1100 | 1448 |
કડી | 1201 | 1431 |
મોડાસા | 1300 | 1345 |
પાટણ | 1240 | 1479 |
તલોદ | 1355 | 1440 |
સિધ્ધપુર | 1250 | 1466 |
ડોળાસા | 1105 | 1435 |
વડાલી | 1365 | 1485 |
ટિંટોઇ | 1250 | 1419 |
દીયોદર | 1300 | 1408 |
બેચરાજી | 1200 | 1380 |
ગઢડા | 1220 | 1441 |
ઢસા | 1225 | 1408 |
કપડવંજ | 800 | 1000 |
અંજાર | 1350 | 1470 |
વીરમગામ | 1251 | 1423 |
ચાણસ્મા | 1111 | 1400 |
ઉનાવા | 1100 | 1471 |
શિહોરી | 1078 | 1400 |
ઇકબાલગઢ | 1150 | 1404 |
સતલાસણા | 1250 | 1395 |
આંબલિયાસણ | 725 | 1411 |