દસ વર્ષ પહેલાં કપાસના ભાવ મણ દીઠ 1,200 રૂ.ની આસપાસ હતા. ગયા વર્ષે મને મણના 1,600 રૂ.નો ભાવ મળ્યો હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને રૂ. 1,300 થઈ ગયા છે.
હાલમાં ગુજરાતના વિવિધ એપીએમસીમાં કપાસના ભાવ 1300 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલો છે. કપાસના ખેડૂત અને ગોંડલ એપીએમસીમાં ટ્રેડર જૂથના પ્રમુખ યોગેશ ક્યાડા કહે છે, "આ ભાવ થોડા મહિના અગાઉ કરતાં 200-300 રૂપિયા ઓછા છે. ગયા વર્ષે કપાસનો ભાવ રૂ. 2,000 આસપાસ હતો.
છેલ્લાં દસ વર્ષમાં મોટા ભાગના પાકના ભાવ પણ વધ્યા છે. 2013માં જીરાના ભાવ 2,000-3,000 પ્રતિ 100 કિલોની આસપાસ હતા, જે ઑક્ટોબર 2023માં 13,000 જેટલા વધી ગયા હતા.
2018માં બટાટાના ભાવ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે આ વર્ષે ડિસેમ્બર 2023માં 1,900 રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા.
ગુજરાતમાં કપાસની ખેતી લગભગ 15.19 લાખ હેક્ટરમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન આશરે 31.80 લાખ ગાંસડી કપાસ છે. ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લાના ભાગ સિવાય લગભગ તમામ જિલ્લાઓમાં તેની વ્યાપકપણે ખેતી થાય છે.
કપાસના બજાર ભાવ (24/12/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1222 | 1510 |
વાંકાનેર | 1150 | 1487 |
મોરબી | 1200 | 1472 |
અમરેલી | 1000 | 1457 |
જસદણ | 1180 | 1435 |
બોટાદ | 1201 | 1502 |
મહુવા | 1051 | 10361 |
ગોંડલ | 1000 | 1481 |
જામજોધપુર | 1200 | 1501 |
ભાવનગર | 1200 | 1415 |
હળવદ | 1251 | 1482 |
વિસાવદર | 1125 | 1451 |
તળાજા | 1081 | 1444 |
જુનાગઢ | 1200 | 1401 |
લાલપુર | 1350 | 1470 |
ધ્રોલ | 1220 | 1526 |
પાલીતાણા | 1100 | 1410 |
હારીજ | 1350 | 1439 |
વિસનગર | 1250 | 1468 |
પાટણ | 1276 | 1455 |
થરા | 1351 | 1430 |
સિધ્ધપુર | 1300 | 1458 |
ડોળાસા | 1180 | 1479 |
ગઢડા | 1250 | 1419 |
ઢસા | 1240 | 1401 |
ધંધુકા | 1100 | 1445 |
ચાણસ્મા | 1226 | 1395 |
ઉનાવા | 1201 | 1460 |
શિહોરી | 1350 | 1415 |
લાખાણી | 1300 | 1351 |
સતલાસણા | 1330 | 1376 |