આ વર્ષે કપાસ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થઇ, વાવેતર ૨૫.૫૦ હેકટર વિસ્તારમાં થયું હતું. અડધા સપ્ટેમ્બર સુધી વરસાદ પુરો દોઢ મહિનો ખેંચાયો હતો, એટલે પિયત આપેલ કપાસનાં દરેક ખેતરની ઓર રંગત હતી, એવું એ સમયે ખેડૂતો કહેતા હતા. પહેલી કઢણાઇ સપ્ટેમ્બર અંત પછીનાં વરસાદે ઉભી કરી હતી. આશાસ્પદ પાકનું ચિત્ર રોળાઇ ગયું હતું. બીજી કઢણાઇ દિવાળી પછી ઉભા રહેલા કપાસમાં ગુલાબી ઇયળે કરી છે.
હાલ લાલ સમુદ્ર પરનાં આંતકવાદી હુમલાઓને કારણે કોટન નિકાસનો સોર્ટકટ દરિયાઇ માર્ગ બંધ થયો છે. બીજી તરફ સ્ટીમ્બરોનાં ભાડામાં ૩ થી ૫ ગણો ભાવ વધારો થયો છે, તેથી યુરોપ અને અમેરિકા તરફ કોટન યાર્ન કે તૈયાર કપડાની નિકાસનો વહિવટ અઘરો બની રહ્યોં છે. કપાસ માટે એક નવી કઢણાઇ ઉભી થઇ છે.
સરકારે અને કોટન સંસ્થાઓએ એની મતી મુજબ કોટન પાકનાં અંદાજો ૩૦૦ લાખ ગાંસડી આસપાસનાં મુક્યા છે. ગુજરાતનાં કોઇ ખેતરમાં આ વર્ષે ગત વર્ષ જેવો કપાસ પાકનો ઝલઝલો જોવા મળ્યો નથી. આ વર્ષે ગુજરાતની જેમ પંજાબ, હરિયાળા અને રાજસ્થાનનાં કપાસમાં પણ ગુલાબી ઇયળની ઝફા જોવા મળી છે. ગત વર્ષે પાકેલ
કપાસમાં ખેડૂતોની પ્રતિ ૨૦ કિલોનાં રૂ.૨૦૦૦ ભાવ લેવાની જીદ હતી, એટલે મજબૂત ખેડૂતની જ નહીં, સામાન્ય ખેડૂતનાં ઘરમાં પણ કપાસ સંગ્રાહાયેલ પડ્યો હતો.
આ વર્ષે સરકારે કપાસમાં ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ જાહેર કરેલ છે. સરકાર પક્ષેથી ટેકાનાં ભાવે ખરીદી કરવા માટે સીસીઆઇ સજ્જ થઇ ગઇ છે, પરંતુ ગુજરાતમાંથ ખેડૂતોનાં કપાસની એવી નોંધનીય ખરીદી હજુ સુધી થઇ નથી. સૌથી મોટી એટલે કે ૧૧ લાખ ગાંસડી રૂનો કપાસ તેલંગણામાંથી સીસીઆઇ દ્રારા ખરીદ કરાયેલ છે.
અત્યાર સુધી દેશમાંથી સીસીઆઇએ ૧૬ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ્યોં છે. અત્યારે દેશની બજારોમાં કપાસની આવકો વધી રહી છે. ત્યારે એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે શું ૨૯૫ લાખ ગાંસડી કરતાં વધું કપાસનું ઉત્પાદન થયું હશે ? આધારભૂત આંકડા કહે છે કે ગત વર્ષે આ સમયે ૮૮ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવી ગયો
હતો, તેની સામે આ વખતે ૧૨૨ લાખ ગાંસડીનો કપાસ બજારમાં વેચાઇ ચૂક્યો છે. ગત વર્ષે આ સમયે ૪.૫૦ લાખ ગાંસડી આયાત થઇ હતી, તે આ વર્ષે ૩.૨૫ લાખ ગાંસડીની આયાત છે. એ રીતે ગત વર્ષે ૨ લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે ૫.૭૫ લાખ ગાંસડીની નિકાસ થઇ છે.
કોટનમાં બીટી ટેકનોલોજી આવ્યાને બે દશકાનો સમય પુરો થઇ ગયો છે. બીટી કપાસ બીજ આવ્યા, એ વર્ષોમાં ખેડૂતોએ ૧૬ ગુંઠાનાં વીઘા દીઠ ૪૦ થી ૪૫ મણ સુધીનાં ઉતારા લીધાનાં દાખલા નોંધાયા હતા. સમય જતાં સીંગલ બીટીમાંથી ડબલ બીટી કપાસ (2G કોટન બીજ) આવ્યો, ત્યારે સરકારે એને મંજુરી આપી દીધી હતી, પણ પછીથી 3G, 4G અને 5G કોટન બીજની વાતો સંભળાય છે અને એવા બીજ વવાય છે, પણ આ બધું પાછલે બારણે. સતત દેશમાં કપાસની ઉત્પાદક્તા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે બીટી કોટન બીજ ટેકનોલોજીમાં કંઇ નવું અપડેટ આવ્યું નથ
તા. 09/01/2024, મંગળવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1190 | 1490 |
અમરેલી | 990 | 1441 |
સાવરકુંડલા | 1151 | 1461 |
જસદણ | 1100 | 1425 |
બોટાદ | 1150 | 1484 |
મહુવા | 1000 | 1393 |
ગોંડલ | 1001 | 1466 |
કાલાવડ | 1300 | 1450 |
જામજોધપુર | 1175 | 1481 |
જામનગર | 1000 | 1480 |
બાબરા | 1110 | 1480 |
જેતપુર | 1050 | 1448 |
વાંકાનેર | 1100 | 1481 |
મોરબી | 1250 | 1480 |
રાજુલા | 1000 | 1410 |
હળવદ | 1201 | 1461 |
વિસાવદર | 1130 | 1446 |
તળાજા | 1105 | 1438 |
બગસરા | 1050 | 1480 |
જુનાગઢ | 1000 | 1390 |
ઉપલેટા | 1200 | 1455 |
માણાવદર | 1175 | 1555 |
ધોરાજી | 1131 | 1451 |
વિછીયા | 1140 | 1415 |
ભેંસાણ | 1200 | 1490 |
ધારી | 1000 | 1452 |
લાલપુર | 1358 | 1471 |
ખંભાળિયા | 1350 | 1438 |
ધ્રોલ | 1178 | 1451 |
પાલીતાણા | 1100 | 1410 |
સાયલા | 1324 | 1470 |
હારીજ | 1330 | 1454 |
ધનસૂરા | 1100 | 1400 |
વિસનગર | 1200 | 1466 |
વિજાપુર | 1000 | 1463 |
કુકરવાડા | 1260 | 1444 |
ગોજારીયા | 1100 | 1139 |
હિંમતનગર | 1311 | 1458 |
માણસા | 1125 | 1445 |
કડી | 1231 | 1428 |
મોડાસા | 1300 | 1352 |
પાટણ | 1235 | 1475 |
થરા | 1400 | 1430 |
તલોદ | 1351 | 1441 |
સિધ્ધપુર | 1200 | 1467 |
ડોળાસા | 1100 | 1435 |
વડાલી | 1365 | 1483 |
ટિંટોઇ | 1250 | 1418 |
દીયોદર | 1350 | 1410 |
બેચરાજી | 1200 | 1380 |
ગઢડા | 1200 | 1422 |
ઢસા | 1220 | 1405 |
કપડવંજ | 800 | 1000 |
અંજાર | 1350 | 1469 |
ધંધુકા | 952 | 1448 |
વીરમગામ | 1218 | 1411 |
જાદર | 1400 | 1445 |
ચાણસ્મા | 1290 | 1396 |
ખેડબ્રહ્મા | 1300 | 1421 |
ઉનાવા | 1100 | 1467 |
શિહોરી | 1100 | 1400 |
લાખાણી | 1300 | 1371 |
ઇકબાલગઢ | 1150 | 1430 |
સતલાસણા | 1175 | 1395 |
આંબલિયાસણ | 800 | 1390 |