કપાસનાં ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો શુકનવંતો સાબિત થયો છે. આપણા માર્કેટીંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા સામે ફરી સારા કપાસે પ્રતિ ૨૦ કિલો રૂ.૧૬૦૦ની સપાટી પકડી લીધી છે. ખાંડી કપાસમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન રૂ.૩૫૦૦ થી રૂ.૪૦૦૦નો વધારો થયો છે. એમ સમજોને કે પ્રતિમણ રૂ.૧૦૦ થી રૂ.૧૫૦નો વધારો થયાનું ગણિત માંડી શકાય.
કપાસનાં ભાવ સુધરતાં ખેડૂતોની પક્કડ મજબૂત થઇ છે. આમેય કપાસનું સિઝન પ્રારંભથી સતત વેચાણ જળવાયેલ રહેવાથી બહું ઓછા ખેડૂતોનાં હાથ પર કપાસ રહ્યોં છે. સારા સારા ખેડૂતોએ પણ કપાસ વેચી કાઢ્યો છે. કપાસ ઉત્પાદનનો બે ભાગ ઉપરનો કપાસ બજારમાં આવી ગયો છે, ત્યારે એક ભાગથી ઓછો કપાસ બચ્યો છે, એમાં કોટન યુનિટોએ સાત થી આઠ મહિના કાઢવાનાં છે. કપાસ બજારની સુધારા તરફી ચાલ જોઇને જે ખેડૂતોને અમુક વેરાઇટીનાં કપાસમાં ઓછી માવજતે સારા મણિકા ઉતારો મળ્યો છે,
એવા ખેડૂતો સ્થાનીક એગ્રો બીજ વિક્રેતાઓ પાસે જુના લોટનું બીજ માંગવા લાગ્યા છે. મહિના પહેલા કપાસ બજારથી નારાજ થયેલ ખેડૂતો વાવેતર ઘટાડવાની વાત કરતાં હતા, એવો વાવેતરમાં ખાંચો નહીં પડે.
રાજ્યનાં માર્કેટીંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે. રાજકોટ યાર્ડમાં તા.૨૭, ફેબ્રુઆરી મંગળવારે ૮૫૦૦ મણ આવક સામે રૂ.૧૩૭૦ થી રૂ.૧૬૦૦, જામનગર યાર્ડમાં ૭૯૫૦ મણની આવક સામે રૂ.૧૧૦૦ થી રૂ.૧૬૨૦નાં ભાવે વેપાર થયા હતા. માણાવદર યાર્ડમાં ૨૫૦૦ મણ આવક સામે રૂ.૧૩૨૫ થી રૂ.૧૬૫૫ ભાવ થયા હતા. કપાસની બજારો ફરી ટેકાથી અપ થઇ છે, ત્યારે સીસીઆઇ દ્રારા ૯૦ ટકાનાં ખરીદ કેન્દ્ર બંધ કર્યાં છે, બાકીનાં ૧૦ ટકા કેન્દ્રો બે-ચાર દિવસમાં બંધ થઇ જશે. અત્યાર સુધીમાં સીસીઆઇ દ્રારા ૩૪ લાખ થી ૩૫ લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ કરવામાં આવ્યો છે.
કપાસમાં ફેબ્રુઆરીમાં રૂ.૧૦૦ થી રૂ.૧૫૦ વધ્યા, એ રીતે માર્ચમાં હજુ રૂ.૧૦૦ વધવાની સંભાવનાં... કપાસમાં તેજીનો તબક્કો પુરો થયો નથીઃ હજુ ભાવ વધશે હાલનાં સમયે માર્કેટીંગ યાર્ડોમાં કપાસની આવકોનો પ્રવાહ ધીમો થઇ રહ્યોં છે. દેશમાં દરરોજ ૧.૩૦ લાખ થી ૧.૪૦ લાખ
ગાંસડી રૂ બને એટલો કપાસ ઠલવાઇ રહ્યોં છે. અત્યાર સુધીમાં ૨૨૩ લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે, તે ગત વર્ષે આ સમયે ૧૫૮ લાખ ગાંસડી રૂનો કપાસ આવ્યો હતો. કોટન માર્કેટમાંથી મળતી આધારભૂત માહિતી મુજબ ગત વર્ષે આ સમયે ૭.૫૦ લાખ ગાંસડી રૂની આયાત થઇ હતી, તે આ વર્ષે ૩.૭૫ લાખ ગાંસડીની આયાત છે. એ રીતે ગત વર્ષે ૬ લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે ૧૧.૫૦ લાખ ગાંસડી રૂની નિકાસ થઇ ચૂકી છે. હજુ રૂ કપાસમાં તેજીનો તબક્કો પુરો થયો નથી. હજુ માર્ચ મહિનામાં રૂ.૧૦૦નો સુધારો થવાની શક્યતા છે.
તા. 27/02/2024, મંગળવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1370 | 1600 |
અમરેલી | 1065 | 1640 |
સાવરકુંડલા | 1251 | 1541 |
જસદણ | 1300 | 1535 |
બોટાદ | 1300 | 1611 |
મહુવા | 1255 | 1433 |
ગોંડલ | 1101 | 1531 |
કાલાવડ | 1300 | 1544 |
જામજોધપુર | 1341 | 1581 |
ભાવનગર | 1350 | 1501 |
જામનગર | 1100 | 1620 |
બાબરા | 1300 | 1565 |
જેતપુર | 1230 | 1600 |
વાંકાનેર | 1300 | 1531 |
મોરબી | 1300 | 1590 |
રાજુલા | 1051 | 1551 |
હળવદ | 1350 | 1543 |
તળાજા | 1150 | 1440 |
બગસરા | 1200 | 1590 |
ઉપલેટા | 1295 | 1515 |
માણાવદર | 1325 | 1655 |
ધોરાજી | 1011 | 1486 |
વિછીયા | 1300 | 1570 |
ભેંસાણ | 1200 | 1530 |
ધારી | 1196 | 1490 |
લાલપુર | 1350 | 1650 |
ખંભાળિયા | 1300 | 1484 |
ધ્રોલ | 1435 | 1700 |
પાલીતાણા | 1150 | 1470 |
હારીજ | 1290 | 1460 |
ધનસૂરા | 1200 | 1440 |
વિસનગર | 1200 | 1601 |
કુકરવાડા | 1125 | 1525 |
હિંમતનગર | 1381 | 1541 |
માણસા | 1000 | 1590 |
કડી | 1281 | 1477 |
થરા | 1340 | 1410 |
તલોદ | 1442 | 1480 |
સિધ્ધપુર | 1351 | 1561 |
ડોળાસા | 1150 | 1425 |
વડાલી | 1370 | 1575 |
દીયોદર | 1300 | 1400 |
બેચરાજી | 1150 | 1300 |
ગઢડા | 1325 | 1526 |
ઢસા | 1305 | 1501 |
કપડવંજ | 1100 | 1250 |
અંજાર | 1470 | 1530 |
ધંધુકા | 1180 | 1525 |
વીરમગામ | 1290 | 1551 |
જોટાણા | 1386 | 1397 |
ચાણસ્મા | 1200 | 1498 |
ઉનાવા | 1261 | 1624 |
ઇકબાલગઢ | 1100 | 1372 |
સતલાસણા | 1325 | 1520 |