કપાસના ભાવમાં વધારો, કપાસ હોય તો જાણી લેજો ખેડૂત ભાઈઓ...

કપાસના ભાવમાં વધારો, કપાસ હોય તો જાણી લેજો ખેડૂત ભાઈઓ...

કપાસના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે.. અને ગુજરાત દેશમાં મોખરે છે. ખેડૂતો માટે તો કપાસ સફેદ સોના સમાન છે, પણ હવે આ ખેડૂતોના સફેદ સોનાને કાટ લાગ્યો છે, કપાસનો પાક લેવા ખેડૂતો રાત દિવસ એક કરે છે, પરસેવો રેડે છે અને એટલો જ પૈસો પણ રેડે છે એ આશા કે કપાસના સારા ભાવ મળશે પરંતુ કપાસ જ્યારે માર્કેટમાં વેચાવા પહોંચે છે તો ખેડ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી.

જે કપાસનો ગત વર્ષે 2600 રૂપિયા ભાવ બોલાતો હતો. તેનો ભાવ આજે અડધો થઈ ગયો છે એટલે કે 1300 રૂપિયા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ થાય છે પણ ભાવ ન મળતા ખેડૂતોની હાલત એવી બની છે ન રહેવાય ન સહેવાય.

સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કપાસનો મબલખ પાક લેવામાં આવે છે, પરંતુ ત્યાં પણ કપાસના ભાવ તળિયે છે, ખેડૂતો કહી રહ્યા છે રવિપાકની મજબૂરીના કારણે ઓછા ભાવે કપાસ વેચવા અમે મજબૂર છીએ.

કારણ સ્પષ્ટ છે એક તો સરકારની ઉદાસીન નીતિ અને બીજો કુદરતો માર, પાછોતરા વરસાદ કપાસમાં રોગચાળો ફેલાવે છે જેનાથી ઉત્પાદન ઘટે છે આ બધા વચ્ચે કપાસ પાછળ થતો ખર્ચ કોઈ ઓછો થતો નથી સ્થિતિ એવી બને છે કે મજબૂરીનો માર્યો ખેડૂત કરે તો કરે શું અને નીચા ભાવે પણ ખેડૂત કપાસ વેચવા મજબૂર બને છે. હાલ તો ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકારે કપાસના ભાવ નિયંત્રિત કરવા જોઈએ. તેમજ આયાત નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ જેથી કપાસની સાથે ખેડૂતોનો જીવ ન સુકાય.

કપાસના બજાર ભાવ (Today 29/01/2024 Cotton Apmc Rate) :

તા. 27/01/2024, શનિવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ10801473
અમરેલી10601444
સાવરકુંડલા12001450
જસદણ11001415
બોટાદ11501488
મહુવા9501318
ગોંડલ10111446
કાલાવડ12001447
જામજોધપુર11511471
ભાવનગર11151431
બાબરા11501469
જેતપુર10011471
વાંકાનેર11001440
મોરબી11211451
રાજુલા10001424
હળવદ12501441
વિસાવદર11201416
તળાજા10551431
જુનાગઢ10001266
ઉપલેટા12001470
માણાવદર11001500
ધોરાજી10461401
વિછીયા11801428
ધારી10301453
લાલપુર13401423
ખંભાળિયા12001434
ધ્રોલ12061456
પાલીતાણા10501415
હારીજ12301450
ધનસૂરા1001400
વિસનગર12001466
વિજાપુર10501464
કુકરવાડા13001431
હિંમતનગર13351451
માણસા11001448
કડી11011415
પાટણ12001438
થરા14001425
તલોદ13201440
સિધ્ધપુર12651461
દીયોદર13551400
બેચરાજી11001305
ગઢડા12001435
ઢસા12201416
કપડવંજ850950
અંજાર13751465
ધંધુકા10701434
વીરમગામ11001406
જાદર14101445
ચાણસ્મા10661380
ભીલડી12001201
ઉનાવા10511469
ઇકબાલગઢ10501395
સતલાસણા12001396
આંબલિયાસણ8221415