આપણા ખરીફ વાવેતરમાં આ વર્ષે કપાસ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ જબ્બર વધારો થઇ ૨૫.૫૦ લાખ હેકટર થયું હોવાનું રાજ્ય સરકારનાં કૃષિ વિભાગે કરેલ છેલ્લી નોંધમાં હતું, પણ કુદરતી પ્રતિકૂળ સંજોગોને હિસાબે કપાસ ઉત્પાદનમાં ખેડૂતોને આ વર્ષે માલાફૂલી મળી નથી. દેશમાં કપાસ ઉત્પાદનનાં આંકડા કોટન સંસ્થાઓ દ્રારા મુકાયા, તે ૩૦૦ ગાંસડી પ્લસ-માઇનસ છે.
ગત વર્ષે કપાસમાં ગુલાબી ઇયળની ઝફા નહોતી એટલે આ સમયે પણ ઘણા ખેતરોમાં કપાસનો પાક સારી સ્થિતિમાં ઉભો હતો, એવી હેમાળ ગામની ફાઇલ તસવીર અહીં મુકી છે. ખેડૂતોનાં હાથમાં ક્વોલિટી કપાસ ઉત્પાદન મળવા સાથે વીઘા વરાળે મણગત પણ પાછલા વર્ષોની તુલનાએ વધું મળી હતી. બસ, ખોટ એક જ વાતની હતી કે ખેડૂતોએ મનમાં ગાંઠ વાળેલા પ્રતિ ૨૦ કિલોનાં રૂ.૨૦૦૦ ભાવ નહોતા મળ્યા.
સ્યોર પાણીવાળા વિસ્તારનાં ગામોમાં આજની તારીખે કપાસનો એક છોડવો જોવા મળતો નથી, એ ગામ મોરબીનાં હળવદ તાલુકાનું મેરૂપર હોય કે પછી રાજકોટનાં પડધરી તાલુકાનું નારણકા ગામ હોય. બગડેલા કપાસ કાઢીને જે તે ખેતરોમાં શિયાળું પાક તરીકે ઘઉં અથવા પશુચારાની જુવાર વવાઇ ગઇ છે. અમરેલીનાં જાફરાબાદ તાલુકાનાં હેમાળ જેવા ગામમાં મોડે મોડે પણ કપાસ કાઢીને ચણાનું વાવેતર થઇ ચૂક્યું છે. આ વર્ષે કપાસમાં ગુલાબી ઇયળ જુલાઇ-ઓગસ્ટનાં આત્મઘાતી હુમલા ટાંણે ન દેખાણી તો નવેમ્બર-ડિસેમ્બરના રેગ્યુલર સમયે દેખાઇને ખેડૂતોને કપાસ કાઢી નાખવા મજબૂર કર્યાં છે. જે વિસ્તારમાં શિયાળું પિયતનાં અપુરતા પાણી હતા, એવા વિસ્તારમાં ન છૂટકે ખેડૂતોએ કપાસ ઉભા રાખ્યા છે કે જે કંઇ બે-ચાર ભારી કપાસ નીકળે તો.
ગુરૂવારે ગોંડલ યાર્ડમાં ૬,૨૦૦ મણ કપાસની આવક સામે રૂ.૧૦૦૦ થી રૂ.૧૪૪૧ ભાવ થયો હતો. જામનગર યાર્ડમાં ૧૪,૦૦૦ મણ કપાસની આવક સામે રૂ.૧૦૦૦ થી રૂ.૧૪૯૫ ભાવે વેપાર હતા. રાજકોટ યાર્ડમાં ૨૩,૦૦૦ મણ આવક સામે રૂ.૧૧૪૦ થી રૂ.૧૪૮૩ સુધીનો ભાવ હતો. ગત વર્ષે બરોબર આ સમયે કપાસની બજાર રૂ.૧૭૦૦ આસપાસ ઘૂમતી હતી.
અત્યારે દેશની બજારોમાં કપાસની આવકો વધી રહી છે. દેશમાં હાલ દરરોજ રૂની આવક ૧.૭૫ લાખ ગાંસડી થી ૨ લાખ ગાંસડી થાય એટલો કપાસ આવે છે. જેમાંથી ખપત ૧ લાખથી ૧.૨૫ લાખ ગાંસડીની થાય છે. અત્યારે કપાસની મોટી આવકથી બજાર ઢીલી છે, પરંતુ બે-ત્રણ મહિનાં કપાસ સાંચવી રાખે એને પ્રતિમણ રૂ.૨૦૦ થી રૂ.૩૦૦ હાલની બજારથી ઉંચા મળવાનાં સંજોગો અત્યારે દેખાય છે.
તા. 18/01/2024, ગુરૂવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1140 | 1483 |
| અમરેલી | 960 | 1441 |
| સાવરકુંડલા | 1200 | 1450 |
| જસદણ | 1150 | 1430 |
| બોટાદ | 1201 | 1479 |
| મહુવા | 1059 | 1385 |
| ગોંડલ | 1000 | 1441 |
| કાલાવડ | 1200 | 1431 |
| જામજોધપુર | 1080 | 1536 |
| ભાવનગર | 1125 | 1425 |
| જામનગર | 1000 | 1495 |
| બાબરા | 1175 | 1455 |
| જેતપુર | 1074 | 1501 |
| વાંકાનેર | 1100 | 1479 |
| મોરબી | 1156 | 1456 |
| રાજુલા | 950 | 1424 |
| હળવદ | 1150 | 1454 |
| વિસાવદર | 1125 | 1421 |
| તળાજા | 1040 | 1420 |
| બગસરા | 1050 | 1450 |
| જુનાગઢ | 1150 | 1356 |
| ઉપલેટા | 1000 | 1117 |
| માણાવદર | 1030 | 1495 |
| ધોરાજી | 1071 | 1431 |
| વિછીયા | 1180 | 1430 |
| ધારી | 1045 | 1449 |
| લાલપુર | 1357 | 1471 |
| ખંભાળિયા | 1225 | 1435 |
| ધ્રોલ | 1240 | 1488 |
| પાલીતાણા | 1101 | 1425 |
| હારીજ | 1300 | 1439 |
| ધનસૂરા | 1100 | 1380 |
| વિસનગર | 1200 | 1460 |
| વિજાપુર | 1100 | 1445 |
| કુકરવાડા | 1250 | 1427 |
| ગોજારીયા | 1350 | 1351 |
| હિંમતનગર | 1359 | 1455 |
| માણસા | 1000 | 1446 |
| કડી | 1150 | 1411 |
| મોડાસા | 1300 | 1330 |
| પાટણ | 1250 | 1448 |
| થરા | 1390 | 1420 |
| તલોદ | 1227 | 1416 |
| સિધ્ધપુર | 1300 | 1470 |
| ડોળાસા | 1130 | 1440 |
| વડાલી | 1360 | 1472 |
| ટિંટોઇ | 1200 | 1410 |
| દીયોદર | 1350 | 1400 |
| બેચરાજી | 1141 | 1351 |
| ગઢડા | 1200 | 1440 |
| ઢસા | 1215 | 1410 |
| કપડવંજ | 850 | 950 |
| અંજાર | 1350 | 1483 |
| ધંધુકા | 1100 | 1415 |
| વીરમગામ | 1180 | 1413 |
| ચાણસ્મા | 1225 | 1385 |
| ભીલડી | 1250 | 1360 |
| ખેડબ્રહ્મા | 1211 | 1410 |
| ઉનાવા | 1055 | 1464 |
| શિહોરી | 1351 | 1401 |
| ઇકબાલગઢ | 1000 | 1420 |