દિવાળી ધમાકેદાર, ખેડૂતોને મળ્યા કપાસના સારા એવા ભાવ, જાણો હવે તેજી કે મંદી ?

દિવાળી ધમાકેદાર, ખેડૂતોને મળ્યા કપાસના સારા એવા ભાવ, જાણો હવે તેજી કે મંદી ?

કોટન એસોસિએશન ઓફ્ ઇન્ડિયા (CAI)એ ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત એ કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે અને વાવેતર વધ્યું હોવા છતાં કોટન યર 2023-24 માટે રાજ્યમાં કપાસનું ઉત્પાદન 85 લાખ ગાંસડી (170 કિલોની ગાંસડી) રહેવાનો અંદાજ છે.

દિવાળીના બીજા જ દિવસથી 3 રાશિના લોકોનો શરૂ થશે સુવર્ણકાળ, બુધ ધનનો અવિરત વરસાદ કરશે

ગત વર્ષે ગુજરાતમાં 94.45 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું. તેવી જ રીતે આ વર્ષ માટે ભારતમાં કપાસના પ્રોડક્શન માટે 318.90 લાખ ગાંસડી સામે 295.10 લાખ ગાંસડીનો અંદાજ મૂકવામાં આવ્યો છે. CAIના રિપોર્ટ મુજબ ખરાબ હવામાન અને અમુક રાજ્યોમાં પાકમાં રોગ લાગી જવાથી આ વર્ષે ઓવરઓલ ઉત્પાદન 7% ઓછુ રહી શકે છે.

CAIના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસા દરમિયાન 1 ઓગસ્ટ 2023થી 15 સપ્ટેમ્બર 2023 સુધીના લગભગ 45 દિવસ સુધી વરસાદ પડયો ન હતો. આ ડ્રાય સ્પેલને કારણે છોડના વિકાસ પર પ્રતિકૂળ અસર થઈ છે. ઉપરાંત, સપ્ટેમ્બર 2023ના છેલ્લા સપ્તાહમાં થયેલા ભારે વરસાદે ઊભા પાકને નુકસાન પહોંચાડયું હતું. આ કારણોસર ગુજરાતમાં આ વર્ષે 9 લાખ ગાંસડી ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે.

ધનતેરસ પર સોનું અને પિત્તળ શોખ માટે નથી ખરીદતા, આ 4 ફાયદા ખરીદનારને માલામાલ કરી દેશે

બજારમાં કપાસની માગ વધી રહી છે તેની સામે આવકો પ્રમાણમાં ઓછી રહેતા છેલ્લા એક સપ્તાહથી કપાસ અને રૂના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ દૈનિક 30,000 ગાંસડી કપાસની આવક થાય છે. કપાસનો ભાવ અંદાજે 30-40 વધીને સારા માલના રૂ. 1470-1500 પ્રતિ મણ અને નબળા કપાસના રૂ. 1400-1430 પ્રતિ મણ થયા છે. તેવી જ રીતે રૂમાં ખાંડીએ રૂ. 500-700 ભાવ વધીને સારા માલના રૂ. 57,500-58,000 અને હલકા માલના રૂ. 57,200-57,700 ચાલી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે ઓલ ઇન્ડિયા લેવલે 90,000 ગાંસડીની આવકો થાય છે. દિવાળી બાદ આવકોનું પ્રેશર વધશે ત્યારે ભાવમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.

કપાસના બજાર ભાવ (Today 07/11/2023 Cotton Apmc Rate) :

તા. 06/11/2023, સોમવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ13501522
અમરેલી9901520
સાવરકુંડલા13501490
જસદણ13131500
બોટાદ13801571
મહુવા11931411
ગોંડલ10001516
કાલાવડ13501551
જામજોધપુર13751501
ભાવનગર13581441
જામનગર12001530
બાબરા13951535
જેતપુર13801495
વાંકાનેર13501537
મોરબી12001500
રાજુલા13501480
હળવદ12011506
વિસાવદર13901486
તળાજા13251445
બગસરા13001507
જુનાગઢ14401616
ઉપલેટા13001470
માણાવદર12501580
ધોરાજી13761451
વિછીયા13201430
ભેંસાણ12001516
ધારી13001503
લાલપુર13751476
ખંભાળિયા13501452
ધ્રોલ13121500
દશાડાપાટડી14001411
પાલીતાણા13701430
સાયલા14001480
હારીજ13751460
ધનસૂરા12001380
વિસનગર12501472
વિજાપુર12501519
કુકરવાડા12001440
ગોજારીયા12801454
હિંમતનગર13821471
માણસા13731456
કડી14001498
થરા12831460
તલોદ13511423
સિધ્ધપુર13651468
ડોળાસા13001490
દીયોદર13001370
બેચરાજી13401429
ગઢડા13051500
ઢસા13711460
કપડવંજ12501300
ધંધુકા13001452
વીરમગામ13001450
જોટાણા12611390
ચાણસ્મા12941449
ભીલડી13301348
ખેડબ્રહ્મા14101465
ઉનાવા12511470
શિહોરી13501445
લાખાણી13501430
ઇકબાલગઢ13401411