ગુજરાતમાં ડુંગળીનાં તમામ પીઠાઓમાં ધારણાંથી વધારે આવક આવી રહી છે. હાલની ડુંગળીને સ્ટોક કરી શકાતી ન હોવાથી ખેડૂતો જેવી કાઢે તેવી બજારમાં લાવી રહ્યાં હોવાથી બજારો રૂ.૨૫૦ની અંદર જ ક્વોટ થઈ રહી છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે જ્યાં સુધી સરકાર નિકાસ છૂટ ન આપે ત્યાં સુધી ડુંગળીની બજારમાં સુધારો થાય તેવી સંભાવનાં દેખાતી નથી. સરકાર આગામી પંદરેક દિવસમાં નિકાસ અંગે કોઈ નિર્ણય લે તેવી સંભાવનાં છે. જો નિકાસ છૂટ આપશે તો પણ બજારમાં મણે રૂ.૫૦થી ૧૦૦ની તેજી આવી શકે છે પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી.
મહુવામાં લાલ ડુંગળીનાં ૮૦ હજાર કટ્ટાનાં વેપાર હતા. ભાવ રૂ.૧૨૧ થી ૨૮૨ હતા અને સફેદમાં ૫૪ હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂ.૨૧૧થી ૨૯૬ના
હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની આવક ૩૬ હજાર કટ્ટાની હતી અને ભાવ રૂ.૫૦ થી૨૫૬ હતાં. સફેદમાં સાત હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૦૧થી ૨૪૧ હતાં.
રાજકોટમાં ડુંગળીનાં ભાવ ૬૪૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૮૦થી ૨૪૦ હતાં. નાશીકનાં બજાર ભાવ નાશીકમાં ડુંગળીના ભાવ અથડાય રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ખેડૂતોનો વિરોધ ચાલુ છે અને વેચવાલી પણ ઓછી જોવા મળી રહી છે.
આગળ ઉપર વેચવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૬૨૧ થી ૧૩૫૧ હતા. એવરેજ ભાવ રૂ.૧૨૯૦નાં હતાં.
તા. 01/01/2024, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 261 |
મહુવા | 121 | 282 |
ભાવનગર | 120 | 275 |
ગોંડલ | 51 | 256 |
જેતપુર | 41 | 251 |
વિસાવદર | 91 | 171 |
તળાજા | 81 | 245 |
ધોરાજી | 86 | 321 |
અમરેલી | 90 | 260 |
મોરબી | 100 | 300 |
અમદાવાદ | 200 | 300 |
દાહોદ | 100 | 240 |
તા. 01/01/2024, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 242 | 250 |
મહુવા | 215 | 300 |
ગોંડલ | 201 | 241 |