વાહ.. ડુંગળીના ભાવમાં થશે વધારો, નિકાસ પરનો પ્રતિબંધ હટાવશે સરકાર

વાહ.. ડુંગળીના ભાવમાં થશે વધારો, નિકાસ પરનો પ્રતિબંધ હટાવશે સરકાર

ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીનાં ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને ત્રણ મહિનામાં બમણાથી વધુ ભાવવધારા બાદ સરકારે ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે. બજારોમાં રોજ 15 હજાર ક્વિન્ટલથી વધુની આવક ચાલુ છે. આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત ૧૮૭૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લગભગ ૨૦ ટકા ઘટીને ૧૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ગયા મહિનાની સરખામણીએ કિંમતોમાં લગભગ ૩૫ ટકાનો ઘટાડો થયો છે અને તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે.

છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.

અત્યાર સુધીમાં સરકારે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને તેની સંલગ્ન સમિતિઓ સંયુક્ત રીતે છૂટક દુકાનો અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે.

 

ડુંગળી સફેદના બવજાર ભાવ

ભાવનગરના આજના બજાર ભાવ રૂપીયા 265 થી 345 રૂપીયા ભાવ બોલાયો. મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 214 થી 387 રૂપીયા ભાવ બોલાયો. ગોંડલના આજના બજાર ભાવ રૂપીયા 201 થી 331 રૂપીયા ભાવ બોલાયો.

ડુંગળી લાલના બજાર ભાવ (03/01/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ250481
મહુવા100473
ભાવનગર200501
ગોંડલ71471
જેતપુર71506
વિસાવદર125341
તળાજા252501
ધોરાજી70386
અમરેલી100280
મોરબી200400
અમદાવાદ140500
દાહોદ200500
વડોદરા200500

ડુંગળી સફેદના બજાર ભાવ (03/01/2024)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર265345
મહુવા214387
ગોંડલ201331