આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાના હોવાથી ભાવ પણ સારો મળતા યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે લાલ ડુંગળીના ઢગલા થયા હતા. જેમાં યાર્ડમાં સફેદ ડુંગળીના 51,585 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 240 રૂપિયાથી લઈને 297 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીના 79,000 કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ 134 રૂપિયાથી લઈને 285 રૂપિયા સુધી નોંધાયા હતાં. આ ઉપરાંત મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ 990 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,476 રૂપિયા સુધી રહ્યા હતા.
ગુજરાતમાં ડુંગળીનાં તમામ પીઠાઓમાં ધારણાંથી વધારે આવક આવી રહી છે. હાલની ડુંગળીને સ્ટોક કરી શકાતી ન હોવાથી ખેડૂતો જેવી કાઢે તેવી બજારમાં લાવી રહ્યાં હોવાથી બજારો રૂ. 250ની અંદર જ ક્વોટ થઈ રહી છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે જ્યાં સુધી સરકાર નિકાસ છૂટ ન આપે ત્યાં સુધી ડુંગળીની બજારમાં સુધારો થાય તેવી સંભાવનાં દેખાતી નથી.
સરકાર આગામી પંદરેક દિવસમાં નિકાસ અંગે કોઈ નિર્ણય લે તેવી સંભાવનાં છે. જો નિકાસ છૂટ આપશે તો પણ બજારમાં મણે રૂ. 50થી 100ની તેજી આવી શકે છે પંરતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 03/02/2024, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 260 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 134થી રૂ. 288 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 288 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 256 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 236 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 90થી રૂ. 206 સુધીના બોલાયા હતા.
ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 296 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 270 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 300 સુધીના બોલાયા હતા.
તા. 03/02/2024, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 110 | 260 |
મહુવા | 134 | 285 |
ભાવનગર | 100 | 288 |
ગોંડલ | 41 | 256 |
જેતપુર | 51 | 236 |
વિસાવદર | 90 | 206 |
ધોરાજી | 50 | 296 |
અમરેલી | 100 | 270 |
મોરબી | 100 | 300 |
અમદાવાદ | 120 | 260 |
દાહોદ | 100 | 280 |
વડોદરા | 100 | 360 |
તા. 03/02/2024, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 209 | 255 |
મહુવા | 240 | 297 |
ગોંડલ | 201 | 256 |