મહુવા સહિતનાં તમામ સેન્ટરમાં નવી ડુંગળીની આવકો વધી હોવાથી ભાવમાં મણે રૂ.૫૦થી ૧૦૦નો ઘટાડો છેલ્લા બે દિવસમાં થઈ ગયો છે. મહુવા યાર્ડે આવકો મર્યાદીત કરવા માટે પગલાઓ લીધા છે, પંરતુ બજારમાં સરેરાશ નરમ ટોન દેખાય રહ્યો છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે બજારમાં જેટલી આવક છે તેની સામે ડિમાન્ડ ઓછી છે. જો ખેડૂતો ઓછી-ઓછી ડુંગળી બજારમાં લાવશે તો બજારમાં મોટો ગઠાડો અટકી શકશે, નહીંતર બજારો હજી પણ રૂ.૫૦થી ૧૦૦ તુટી જાય તેવી ધારણાં છે.
આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે. સરકાર દ્વારા નિકાસ અંગે આગામી સપ્તાહે કોઈ નિર્ણય આવી શકે છે, જો સરકાર સરકારી એજન્સીઓ મારફતે પણ નિકાસ છૂટ આપશે તો બજારમાં સેન્ટીમેન્ટલી બદલાવ આવશે અને બજારો થોડા સુધરી શકે છે.
મહુવામાં લાલ ડુંગળીની ૬૫ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૧૦૦થી ૩૮૭ હતા. સફેદમાં ૧૮ હજાર થેલીના વેપારો હતાઅને ભાવ રૂ.૨૧૪થી ૩૬૪નાં હતાં. ભાવમાં બે દિવસમાં રૂ.૫૦થી વધુન ઘટાડો થયો હતો.
ગોંડલમાં લાલ ડુંગળીનાં ૩૮ હજાર કટ્ટાનાં વેપાર હતા
અને ભાવ રૂ.૭૧થી ૩૭૧નાં હતાં. જ્યારે સફેદમાં ભાવ રૂ.૧૮૧થી ૩૩૧ હતાં.રાજકોટમાં ડુંગળીનાં ભાવ ૮૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૨૫ થી ૩૨૫નાં હતાં.
તા. 05/01/2024, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 125 | 325 |
મહુવા | 100 | 387 |
ભાવનગર | 150 | 406 |
ગોંડલ | 71 | 371 |
જેતપુર | 71 | 347 |
વિસાવદર | 124 | 286 |
તળાજા | 110 | 351 |
ધોરાજી | 70 | 331 |
અમરેલી | 200 | 400 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 200 | 400 |
દાહોદ | 200 | 500 |
તા. 05/01/2024, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 150 | 300 |
મહુવા | 200 | 364 |
ગોંડલ | 181 | 331 |