ડુંગળીની બજારમાં ભાવ નરમ રહ્યાં હતા. સૌરાષ્ટ્રનાં તમામ સેન્ટરમાં લાલ ડુંગળીની આવકો વધી રહી હોવાથી ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં અત્યારે પીક આવકનો સમય ચાલી રહ્યો છેઅને આગામી દિવસોમાં નાશીકમાં પણ આવકો વધશે એટલે બજારો
થોડી દબાય શકે છે.
હાલ ડુંગળીની બજારમાં નિકાસ વેપારો આવે તો બજારોને ટેકો મળશે, નહીંતર બજારો અથડાયા કરશે. સરકાર દ્વારા ડુંગળીની ખરીદી ચાલુ છે, પંરતુ તેની માત્રા બહુ ઓછી હોવાથી બજારમાં ખાસ કોઈ તેની અસર જોવા મળતી નથી.
મહુવામાં લાલ ડુંગળીનાં ૬૧ હજાર કટ્ટાનાં વેપાર હતા. ભાવ રૂ.૧૩૬થી ૩૭૯ હતા અને સફેદમાં ૧૬ હજાર થલીના વેપારો હતા અને ભાવ રૂ.૨૨૫થી ૩૧૧ના હતાં. ગોંડલમાં લાલની ૩૮ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૬૬થી ૩૬૧ હતાં. સફેદમાં ૩૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૨૧થી ૨૮૧ હતાં.
રાજકોટમાં ડુંગળીનાં ભાવ ૧૫,૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૨૦ થી ૨૮૧ના હતાં. નાશીકનાં બજાર ભાવ નાશીકમાં ડુંગળીનાં અથડાય રહ્યાં છે. રાજ્યમાં નિકાસબંધીને કારણે ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યાં હોવાથી ખેડૂતો સંગઠનો દ્વારા વિરોધ ચાલુ જ છે અને નિકાસ ખોલવા માટે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. ખેડૂતો છેક દિલ્હી સુધી પણ રજૂઆતો કરી રહ્યાં છે.
લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૧૧૨૫ થી ૧૯૮૧નાં હતા. એવરેજ ભાવ રૂ.૧૮૦૦નાં હતાં. પીમ્પલગાંવમાં લાલ કાંદામાં રૂ.૧૪૦૦થી ૨૦૯૧નાં ભાવ હતા અને એવરેજ ભાવ રૂ.૧૮૦૦ પ્રતિ ક્વિન્ટલનાં હતાં. ભાવ સરેરાશ બે દિવસમાં ક્વિન્ટલે રૂ.૧૦૦ ઘટ્યાં છે.
તા. 12/01/2024, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 120 | 281 |
મહુવા | 136 | 379 |
ભાવનગર | 145 | 380 |
ગોંડલ | 66 | 361 |
જેતપુર | 61 | 356 |
વિસાવદર | 131 | 271 |
તળાજા | 140 | 351 |
ધોરાજી | 50 | 331 |
અમરેલી | 100 | 340 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 180 | 400 |
દાહોદ | 160 | 440 |
વડોદરા | 160 | 540 |
તા. 12/01/2024, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 225 | 311 |
ગોંડલ | 221 | 281 |
તળાજા | 253 | 262 |