ડુંગળીને રાજકારણમાંથી મુક્ત કરવામાં આવે તો જ ખેડૂત અને ખાનાર વર્ગને શાંતિ થશે.એમાંય ભાજપ સરકારને ડુંગળી સાથે શું બાપેમાર્યા વહેર છે, એ ભાજપનાં સ્થાનીક નેતાઓ પણ સમજી શક્યા નથી.
ડુંગળી એક એવી ચીજ છે કેબારેય માસ વવાતી હોય, એમ લણાતી પણ હોય છે. ગુજરાત અનેરાજસ્થાન પુરતી જ વાત કરીએ તો ખરીફમાં સમયે વવાય, એમ લેઇટ ખરીફ પણ વવાય, રવી સિઝને પણ વાવય અને ચૈત્રી ડુંગળી તરીકે ઓળખાતી ઉનાળું ડુંગળી પણ વાતી રહેછે. એમાંય સફેદ ડુંગળી તો ખાસ આરબ દેશોની નિકાસ અને પાવડર-ચીપ્સ બનાવવા માટે વવાતી રહે છે.
આ વર્ષે ખેડૂતોને સરકારે સૌથી પહેલો કડવો ઘૂટડો ઓગસ્ટ મધ્ય પછી ડુંગળી નિકાસમાં ૪૦ ટકા ડ્યુટી નાખીને પાયો હતો. આમ છતાં સરકારની ચાંપતી નજર હેઠળ ડુંગળીની બજારો ઉછળવાનો તાગ આવી ગયો હતો, એટલે કેન્દ્ર સરકારે રાતોરાત નિર્ણય લઇ ૮, ડિસેમ્બરનાં રોજ ડુંગળી પર નિકાસબંધી નું ફરમાન છોડી
દીધુંહતું. એટલેજ ખીજવાયેલા ખેડૂતો કહેતા હોય છેકે ભાજપ સરકારને મુદ્દલે ડુંગળી બજારની તેજી પરવડતી નથી, એમ એની માથે સમયાંતરે જુદા જુદા પગલા લેવામાં ઘડીભરનો વિચાર કરતી નથી.
આ વખતની ખરીફ સિઝને દેશમાં ડુંગળીનું વાવેતર કમ થયું હતું અને રવી સિઝન વાવેતરમાં પણ ડુંગળી ક્યાંય પાછળ ધકેલાઇ જવાની હતી. ડુંગળી નિકાસમાં લઘુતમ ભાવ બાંધવા, વેપારીઓ પર સ્ટોક નિયંત્રણનું પગલું લેવું કે પછી વિદેશી ડુંગળી આયાત કરવાનાં પગલા સરકાર ભૂતકાળમાં લઇ ચૂકી છે. ડુંગળી નિકાસ ઉપર મસમોટી ડ્યુટી લાદી દેવી કે નિકાસનાં દરવાજા બંધ કરવા સુધીનાં પગલા લેવામાં સરકાર ક્યારેય ખેડૂતનું હિત વિચારતી જ નથી.
ડુંગળીની નિકાસબંધી પુરા ૭૦ દિવસ પછી ૧૮, ફેબ્રુઆરીનાં રોજ ખેડૂતોનાં હિતનાં બહાનેકેન્દ્રનાં કેટલાક નેતાઓએ ગૂફ્તેગુ કરીને એવી જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે૩ લાખ ટન ડુંગળી નિકાસની છૂટ આપવામાં આવી છે. બે-ત્રણ દિવસ તો દરેક મીડિયામાં ડુંગળી જાણે છવાઇ ગઇ. હવે ડુંગળીનો ભાવ ઉછાળો મારશે, એવી વાતો પણ થવા લાગી. આજે એક સપ્તાહ પછી જંગલમે મોર નાચા... કિસને દેખા ? કોઇને ખબર નથી.
તા. 24/02/2024, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 340 |
મહુવા | 135 | 411 |
ભાવનગર | 140 | 392 |
ગોંડલ | 81 | 381 |
જેતપુર | 50 | 356 |
વિસાવદર | 120 | 276 |
તળાજા | 180 | 362 |
ધોરાજી | 50 | 311 |
અમરેલી | 100 | 360 |
મોરબી | 100 | 360 |
અમદાવાદ | 180 | 440 |
તા. 24/02/2024, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 240 | 261 |
મહુવા | 213 | 307 |
ગોંડલ | 206 | 256 |