ડુંગળીના ભાવથી ખેડૂતો પરેશાન, ડુંગળી હવે વેંચી નાખવી ? જાણો આજના ભાવ

ડુંગળીના ભાવથી ખેડૂતો પરેશાન, ડુંગળી હવે વેંચી નાખવી ? જાણો આજના ભાવ

ડુંગળીની બજારમાં ઘટાડો આગળ વધી રહ્યો છે અને ભાવ રૂ.૩૦૦ની સપાટીએ પહોંચીને આગામ સપ્તાહે હવે રૂ.૩૦૦ની અંદર આવી જાય તેવી ધારણાં છે. આ સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવની વાત છે, નબળા અને મિડીયમ માલો તો પહેલાથી જ નીચી સપાટી પર આવી ગયા છે. સરકારને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યાર બાદ 
ભાવ ૬૦થી ૭૦ ટકા જેવા નીચા આવી ગયા છે.

આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં નવા માલની આવકો કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે. નાશીકનાં માલો જાન્યુઆરી મહિનામાં વધે તેવી ધારણાં છે અને બજારો નીચા આવશે. જો સરકાર નિકાસ છૂટ આપશે તો બજારને ટેકો મળી શકે છે.

મહુવામાં લાલ ડુંગળીની ૩૮ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૧૦૦થી ૩૮૮ હતા. સફેદમાં ૧૦ હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂ.૨૧૩થી ૩૭૦નાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીનાં ૩૮ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૬૧થી ૩૨૧નાં હતાં. જ્યારે સફેદમાં ભાવ રૂ.૧૯૧થી ૩૩૧ હતાં.

રાજકોટમાં ડુંગળીનાં ભાવ ૩૪૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૧૦થી ૩૦૦નાં હતાં. નાશીકનાં બજાર ભાવ નાશીકમાં ડુંગળીનાં ભાવ સ્ટેબલ રહ્યા હતાં. લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૧૧૧૧ થી ૧૬૦૦નાં હતા. એવરેજ ભાવ રૂ.૧૫૦૦નાં હતાં.

પીમ્પલગાંવ મંડીમાં લાલ ડુંગળીની ૯૦૦થી ૨૦૦૧નાં હતાં, જ્યારે એવરેજ ભાવ રૂ.૧૬૫૦નાં હતા. ઉનાળુ ડુંગળીની આવકો થઈ નહોંતી.નાશીકમાં આવકો વધશે તો બજારો ઘટી શકે છે, હાલ વેપારીઓ સરકાર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નિકાસ છૂટ આપે તેવી આશા રાખી રહ્યા છે.

ડુંગળી લાલના બજાર ભાવ (28/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ100295
મહુવા100359
ભાવનગર120342
ગોંડલ61341
જેતપુર31276
વિસાવદર110256
તળાજા170281
ધોરાજી40271
અમરેલી200380
મોરબી100400
અમદાવાદ160360
દાહોદ100580
વડોદરા80400

ડુંગળી સફેદના બજાર ભાવ (28/12/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
મહુવા191354
ગોંડલ191361