khissu

ડુંગળી તો હવે ચકડોળે ચડી, ખેડૂત ને વેપારી મુજાણા, જાણો શું છે કેન્દ્ર સરકાર નો પ્લાન

કેન્દ્રએ ૩ લાખ ટન ડુંગળીની નિકાસ છૂટ આપી છે, એમાં ખેડૂતોએ હરખાવાની જરૂર નથી. કારણ સરકારનાં નેતાઓએ મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી, પણ એનું સત્તાવાર નોટિફીકેશન જ્યાં સુધી જારી ન કરવામાં આવે, ત્યાં સુધી બધા હવામાં ગોળીબાર જ સાબિત થતાં હોય છે.

મહુવા જેવા યાર્ડેનાં વેપારીઓ વિરોધમાં ડુંગળીની હરરાજીથી વિમુખ રહ્યાં હતા. ડુંગળીનાં એક અભ્યાસુ ખેડૂતે તો પ્રતિભાવ આપતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે લોકસભાની ચૂંટણી નજીક આવે છે, ત્યારે ૩ લાખ ટન ડુંગળીની નિકાસછૂટની લોલીપપ ખેડૂતોને પકડાવી દીધી છે.

આમેય હવે લેઇટ ખરીફ ડુંગળીનો કાર્યક્રમ પુરો થવાનો છે અને નવી રવી ડુંગળી બજારમાં આવવાને હજુ વાર છે, ત્યારે આમેય પુરવઠા ખેંચને લીધે ડુંગળીનાં ભાવ, કેન્દ્ર સરકાર કંઇ કાંકરી ચાળો ન કરે તો વધવાનાં સંજોગો છે. કદાચને એવું બનશે કે ૩૧, માર્ચનાં ડુંગળીની નિકાસબંધી ઉઠશે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે. આમ સરકાર એ સમયે ખેડૂતોને વ્હાલા થવું હશે તોય કોઇ જાહેરાતેય 
નહીં કરી શકે.

ડુંગળી લાલના બજાર ભાવ (14/02/2024)

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ100265
મહુવા136274
ભાવનગર100268
ગોંડલ56251
જેતપુર30251
વિસાવદર60136
તળાજા130251
ધોરાજી50226
અમરેલી120220
મોરબી100300
અમદાવાદ140280
દાહોદ120300
વડોદરા100400

ડુંગળી સફેદના બજાર ભાવ (14/02/2024)

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

ભાવનગર247252
મહુવા200307
ગોંડલ171241