ખરીફ ડુંગળીની ખરીદી અને તેનો એકસાથે નિકાલ કરવાના સરકારી હસ્તક્ષેપને કારણે છેલ્લા એક મહિનામાં સરેરાશ છૂટક ભાવમાં૩૦ ટકા અનેજથ્થાબંધ ભાવમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડાનું વલણ અને ઉનાળાના પાકની ટૂંકી શેલ્ફ લાઇફનેધ્યાનમાંરાખીને, સરકાર માપાંકિત રીતે નિકાસ પ્રતિબંધ હટાવવાના વિકલ્પ પર વિચાર કરી શકેછેતેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કેતેમને સરકારી અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છેકે કેન્દ્ર સરકારી સહકારી સંસ્થાઓ દ્વારા નિકાસનેમંજૂરી આપશે.
“સરકાર પાસે ક્વોટા સિસ્ટમ હોવી જોઈએ નહીં. અન્ય
કોમોડિટીની જેમ ડુંગળીની નિકાસ માટે તેમની પાસે ખુલ્લી નીતિ હોવી જોઈએ. અમે સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ તેમ મુંબઈ એપીએમસીનાં ડિરેક્ટર જયદત હોલ કરે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં, કેન્દ્રીય એજન્સીઓએ ખેડૂતો પાસેથી આશરે ૨૫ હજાર ટન ખરીફ ડુંગળીની ખરીદી કરી છેઅને તેનો એક સાથે નિકાલ કરવામાં આવ્યો છે કારણ કે તે સંગ્રહિત થઈ શકતો નથી. અધિકારીઓએ
જણાવ્યું હતું કે નિકાસ અને બજારના હ સ્તક્ષેપ પરના
પ્રતિબંધથી ઇચ્છિત પરિણામ આવ્યું છે કારણ કે એક મહિના અગાઉના રુ.૫૯ સરખામણીએ આ સપ્તાહે સરેરાશ છૂટક કિંમત ઘટીનેરૂ. ૩૦ પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે, સરેરાશ જથ્થાબંધ ભાવ પણ છેલ્લા એક મહિનામાં રૂ. ૪૮૮૫ પ્રતિ ક્વિન્ટલથી ઘટીને રૂ.૩૧૩૭
પર આવી ગયા છે.
તા. 08/01/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 290 |
ગોંડલ | 71 | 381 |
જેતપુર | 30 | 366 |
વિસાવદર | 120 | 266 |
ધોરાજી | 95 | 316 |
અમરેલી | 120 | 340 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 140 | 400 |
દાહોદ | 300 | 500 |
વડોદરા | 100 | 500 |
તા. 08/01/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 225 | 405 |
ગોંડલ | 201 | 281 |