ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં આજે મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં વેપારો ન હોવાથી સારી ક્વોલિટીનાં ભાવ ઘટીને રૂ.૩૫૦ની અંદર આવી ગયા છે અને આગામી દિવસોમાં જો સરકાર નિકાસ ઉપર કોઈ છૂટ નહીં આપે તો બજારમાં ઘટાડાનો
દર આગળ વધી શકે છે.
ડુંગળીની સરકારી ખરીદી ગુજરાતમાંથી પણ બે એજન્સીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે, પરંતુ ડુંગળીની કોઈ મોટી ખરીદી થતી નથી અને બજારમાં ભાવ ઘટી રહ્યા છે. વળી સરકારી એજન્સીઓ પણ છેલ્લા ત્રણેક દિવસનાં એવરેજ ભાવનાં આધારે જ ડુંગળીની ખરીદી કરે છે, જેને કારણે ખુલ્લા બજારમાં ભાવ ઘટે તો તેનાં ખરીદ ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે.
મહુવામાં લાલ ડુંગળીની ૪૦ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૧૦૦થી ૩૬૨ હતા. સફેદમાં ૧૦ હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂ.૧૯૦થી ૩૫૦ હતાં.
ગોંડલમાં લાલ ડુંગળીનાં ૩૭ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૬૧થી ૩૩૧નાં હતાં. જ્યારે સફેદમાં ભાવ રૂ.૧૧૧થી ૩૦૧ હતાં.રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૮૦થી ૨૯૦નાં હતાં. પેન્ડિંગ માલમાંથી થોડા વેપારો થઈ રહ્યાં છે
નાશીકમાં બજારો નરમ હતાં. પીમ્પલગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીનો ભાવ ક્વિન્ટલનો રૂ.૭૪૦થી ૧૯૦૦ અને લાલનો ભાવ રૂ.૧૨૦૦થી ૨૩૦૪ વચ્ચે હતો. એવરેજ ભા રૂ.૧૫૦૦થી ૧૮૦૦નાં હતાં. લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૯૦૦થી ૨૦૫૦નાં હતા. એવરેજ ભાવ રૂ.૧૮૫૦નાં હતાં. ઉનાળુ ડુંગળીનો ભાવ રૂ.૭૫૨થી ૧૮૭૪ હતો. નાશીકમાં ડુંગળીની આવકો થોડી વધી હોવાથી ભાવમાં ક્વિન્ટલે રૂ.૫૦થી ૧૦૦નો ઘટાડો થયો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવના છે.
તા. 25/12/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 80 | 290 |
મહુવા | 100 | 362 |
ભાવનગર | 100 | 379 |
ગોંડલ | 51 | 331 |
વિસાવદર | 123 | 211 |
તળાજા | 99 | 288 |
અમરેલી | 100 | 350 |
મોરબી | 200 | 440 |
તા. 25/12/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 190 | 350 |
ગોંડલ | 111 | 301 |