જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સતત ત્રીજા દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98460 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,260 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે
ગુરુવારને 12 જૂનના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 90,360 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 98,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 98,410 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,210 પર છે.
ગુરુવાર 12 જૂને ચાંદીના ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો થયો છે. આજે કિલો ચાંદી 1,08,900 રુપિયે પહોંચી ગઈ છે.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.
લગ્નની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ઘણો ઉત્સાહ છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે.