આજે સોનું 43 હજારની સપાટીએ તો જાણો ચાંદીના ભાવમાં શું હલચલ? ઇઝરાયેલ હુમાસ યુદ્ધની અસર!

આજે સોનું 43 હજારની સપાટીએ તો જાણો ચાંદીના ભાવમાં શું હલચલ? ઇઝરાયેલ હુમાસ યુદ્ધની અસર!

નમસ્કાર ગુજરાત, આજે ગુજરાતમાં એક ગ્રામ સોનાનો ભાવ ₹5,444 છે જ્યારે ₹5,424 હતો એટલે 10 ગ્રામ સોનાએ 200 રૂપિયાનો વધારો થયો છે. એટલે આજે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ₹54,440 છે. જો 8 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો આજે ₹43,552 ભાવ છે.

આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹57,160 છે જ્યારે ગઈ કાલે ₹56,950 રૂપિયા હતો. આમ 24 કેરેટ સોનામાં પણ 210 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આજે ગુજરાતમાં ચાંદીના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી 72,600 ની સપાટીએ ચાંદીના ભાવો ટકેલા છે. દિલ્હી અને મુંબઈમાં હાલમાં એક કિલો ચાંદી 72,600 પર ટ્રેડ થઈ રહી છે. ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ હાલમાં રૂ.75,500 પર છે. 

શેર બજાર પર એક નજર: SM ગોલ્ડના શેરની કિંમત આજે, 10 ઑક્ટો 2023ના રોજ 5% ઘટી ગઈ હતી. શેરદીઠ 21.62ના ભાવે બંધ રહ્યો હતો. શેર હાલમાં 20.54 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોએ આગામી દિવસો અને અઠવાડિયામાં S M ગોલ્ડના શેરના ભાવનું નજીકથી નિરીક્ષણ કરવું જોઈએ.