હાલનાં સમયે પાણીનાં અભાવે ખેતરોમાં ઉભા રાખી દીધેલા કપાસમાં છેલ્લી વીંણ લેવાઇ રહી છે. ગત વર્ષ દરમિયાન કપાસ સાંચવીને દાઝી ગયેલા ખેડૂતો માલ વેચી રહ્યાં છે, ત્યારે કપાસની આવકોનું પ્રેસર વધ્યું છે. કોઇ ૩૦૦ લાખ ગાંસડી રૂનો કપાસ પાકવાની ધારણા મુકે છે તો કોઇ ૩૨૦ લાખ ગાંસડીનો અંદાજ બાંધે છે, તો કોઇ વળી ૨૯૨ લાખ ગાંસડીનાં ટાર્ગેટ પર છે.
એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે, એમાં કોઇ શક કે સવાલ વગરની વાત છે. દેશનાં બધા ખરીદ સેન્ટરો પરથી સીસીઆઇએ ટેકાનાં ભાવે ૨૫ લાખ ગાંસડીનો કપાસ ખરીદ કર્યોં છે. આધારભૂત આંકડા કહે છે કે જીનીંગમિલો અને રૂ ખરીદ કરનાર વિદેશી કંપનીઓ પાસે ૨૨ લાખ ગાંસડી રૂનો કપાસ પડ્યો છે, ત્યારે સ્પીનીંગ મિલો પાસે ૩૫ લાખ ગાંસડી રૂનો કપાસ છે.
એવી ધારણા છે કે કદાચ ૧૫ ફેબ્રુઆરી પછી આવકો ઘટીને ૧.૫ લાખ ગાંસડી રૂનો કપાસ થયા પછી બજારમાં પ્રતિ ખાંડીએ રૂ.૧૫૦૦ થી રૂ.૨૦૦૦નો સુધારો આવી શકે છે. એટલે કે પ્રતિ ૨૦ કિલોએ રૂ.૧૦૦ થી રૂ.૧૫૦ ભાવ સુધરવાની તક છે. આ વર્ષ માટે સરકારે નિયત કરેલ ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ છે. ગુજરાતનાં પીઠાઓમાં સારો કપાસ રૂ.૧૪૦૦ પ્લસ- માઇનસનાં ભાવે વેચાઇ રહ્યોં છે. તેથી સરકાર દ્રારા સીસીઆઇએ ગુજરાતમાંથી બહું કપાસ લેવાની જરૂર પડી નથી. આમ તો કાયમ કપાસની ટેકાની ખરીદીમાં ખેડૂતોને બહું લેમણા લેવા ગમતાં નથી.
તેથી ખેડૂત ટેકાનાં ભાવથી ખુલ્લી બજારમાં રૂ.૨૫ થી રૂ.૫૦ ઓછા હોય તોય વધાવી લેતો હોય છે. ૩૧, જાન્યુઆરીનાં દિવસે ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ જણસીનાં ટેકાનાં ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮ થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલાઇ છે.
ખરીફ જણસીનાં આ લીસ્ટમાં કપાસ જેવા રોકળિયા પાક માટે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે પ્રતિમણ રૂ.૨૦૦૦ ટેકાનો ભાવ કરી આપવાની ભલામણ કરી છે. ફિલ્ડમાંથી એક વાત સ્પષ્ટ જાણવા મળે છે કે કપાસની વર્તમાન
બજારો રહેશે તો આગામી ખરીફ સિઝને ખેડૂત કપાસનાં વાવેતરમાં વત્તા-ઓછી કાતર મુકવાનાં મુડમાં છે. એમાય કપાસનો ટેકાનો ભાવ રૂ.૨૦૦૦ કેન્દ્ર સરકાર સ્વીકારે તો જ ખેડૂતો કપાસ વાવેતર તરફ ખેંચાવાનાં ચાન્સ છે. એવું ન થાય તો છેલ્લા પાંચ વર્ષમાં કપાસનું ટોચે પહોંચેલ વાવેતર ધડામ દઇ નીચે પટકાઇ શકે છે
તા. 01/01/2024, ગુરૂવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1150 | 1470 |
| અમરેલી | 1015 | 1427 |
| સાવરકુંડલા | 1100 | 1426 |
| જસદણ | 1050 | 1410 |
| બોટાદ | 1112 | 1465 |
| મહુવા | 1000 | 1347 |
| ગોંડલ | 1001 | 1416 |
| કાલાવડ | 1100 | 1460 |
| જામજોધપુર | 1051 | 1476 |
| ભાવનગર | 1030 | 1384 |
| જામનગર | 850 | 1505 |
| બાબરા | 1150 | 1456 |
| જેતપુર | 961 | 1441 |
| વાંકાનેર | 1000 | 1436 |
| મોરબી | 1185 | 1485 |
| રાજુલા | 900 | 1422 |
| હળવદ | 1150 | 1435 |
| વિસાવદર | 1115 | 1381 |
| તળાજા | 1000 | 1425 |
| બગસરા | 1000 | 1461 |
| જુનાગઢ | 1000 | 1230 |
| ઉપલેટા | 1100 | 1385 |
| માણાવદર | 1145 | 1500 |
| ધોરાજી | 1021 | 1421 |
| વિછીયા | 1140 | 1400 |
| ભેંસાણ | 1000 | 1425 |
| ધારી | 1000 | 1434 |
| લાલપુર | 1273 | 1500 |
| ખંભાળિયા | 1300 | 1399 |
| ધ્રોલ | 1270 | 1460 |
| પાલીતાણા | 1050 | 1410 |
| સાયલા | 1324 | 1450 |
| હારીજ | 1300 | 1370 |
| ધનસૂરા | 1200 | 1380 |
| વિસનગર | 1200 | 1447 |
| વિજાપુર | 1050 | 1432 |
| કુકરવાડા | 1060 | 1414 |
| ગોજારીયા | 1260 | 1411 |
| હિંમતનગર | 1347 | 1432 |
| માણસા | 1000 | 1427 |
| કડી | 1150 | 1421 |
| પાટણ | 1150 | 1433 |
| થરા | 1340 | 1390 |
| તલોદ | 1370 | 1425 |
| સિધ્ધપુર | 1170 | 1439 |
| ડોળાસા | 1080 | 1410 |
| વડાલી | 1350 | 1468 |
| દીયોદર | 1300 | 1350 |
| બેચરાજી | 1100 | 1306 |
| ગઢડા | 1210 | 1430 |
| ઢસા | 1235 | 1407 |
| કપડવંજ | 850 | 950 |
| અંજાર | 1250 | 1475 |
| ધંધુકા | 1100 | 1430 |
| વીરમગામ | 851 | 1400 |
| જાદર | 1405 | 1455 |
| ચાણસ્મા | 1150 | 1384 |
| ખેડબ્રહ્મા | 1205 | 1445 |
| ઉનાવા | 1050 | 1447 |
| ઇકબાલગઢ | 1150 | 1376 |
| સતલાસણા | 1000 | 1381 |
| આંબલિયાસણ | 1051 | 1401 |