ગુજરાતનાં માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળી અને કપાસની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મગફળી અને કપાસ ઉપરાંત ખેડૂતો અન્ય 17 જણસીઓ પણ વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે.
હાપા માર્કેટયાર્ડમાં છેલ્લા પંદર દિવસમાં 1.5 લાખ મણ મગફળીની આવક થઈ છે જ્યારે છેલ્લા 20 દિવસમાં 1.5 લાખ મણ કપાસની આવક થઈ છે. જ્યારે એક જ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 16,880 મણ જેટલી મગફળીની આવક થઈ છે. સમગ્ર હાપા માર્કેટયાર્ડ મગફળી અને કપાસથી ઉભરાયું છે. અત્યારે માર્કેટયાર્ડમાં હાજર મગફળીની હરાજી પૂર્ણ થાય ત્યારબાદ નવી મગફળી લાવવી તેવી સૂચના અપાઈ છે.
તમિલનાડુમાં 6 નંબરની મગફળીનું વાવેતર કરવામાં આવે છે. તેના બિયારણ માટે તમિલનાડુના વેપારીઓ અને ખેડૂતો જામનગરના હાપા માર્કેટયાર્ડમાંથી 6 નંબરની મગફળી અને બિયારણની ખરીદી કરી રહ્યા છે. 9 નંબરની મગફળીનો પણ તમિલનાડુ તેમજ અન્ય વેપારીઓ સારો ભાવ આપીને ખરીદી કરી રહ્યા છે. તેથી હાલાર પંથકના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે.
છેલ્લા પંદરથી વીસ દિવસમાં કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. મગફળી અન કપાસના યોગ્ય ભાવો પણ ખેડૂતોને મળી રહ્યા છે. ખાસ કરીને 9 નંબરની મગફળીની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે. આ સોદામાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જેવા દૂરના પંથકમાંથી પણ ખેડૂતો મગફળી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યા છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે .અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે કૃષિ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.ખેડૂતોના પાક વરસાદમાં પલળે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તા. 23/11/2023, ગુરૂવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1170 | 1450 |
અમરેલી | 1000 | 1386 |
કોડીનાર | 1210 | 1314 |
સાવરકુંડલા | 1251 | 1441 |
જેતપુર | 971 | 1421 |
પોરબંદર | 1165 | 1345 |
વિસાવદર | 1065 | 1391 |
ગોંડલ | 811 | 1401 |
કાલાવડ | 1100 | 1400 |
જુનાગઢ | 1120 | 1368 |
જામજોધપુર | 1100 | 1391 |
ભાવનગર | 1100 | 1425 |
માણાવદર | 1410 | 1415 |
હળવદ | 1151 | 1512 |
જામનગર | 1200 | 1290 |
ખેડબ્રહ્મા | 1050 | 1050 |
દાહોદ | 1100 | 1200 |
તા. 23/11/2023, ગુરૂવારના ઝીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1190 | 1340 |
અમરેલી | 1157 | 1261 |
કોડીનાર | 1261 | 1473 |
સાવરકુંડલા | 1200 | 1311 |
જસદણ | 1100 | 1380 |
ગોંડલ | 921 | 1381 |
કાલાવડ | 1150 | 1350 |
જુનાગઢ | 1000 | 1900 |
જામજોધપુર | 1100 | 1341 |
ઉપલેટા | 1165 | 1297 |
ધોરાજી | 900 | 1331 |
વાંકાનેર | 1000 | 1479 |
જેતપુર | 951 | 1341 |
ભાવનગર | 1091 | 1691 |
રાજુલા | 1000 | 1351 |
મોરબી | 900 | 1420 |
જામનગર | 1150 | 2100 |
બાબરા | 1219 | 1401 |
બોટાદ | 1130 | 1240 |
ભચાઉ | 1300 | 1380 |
ધારી | 1131 | 1342 |
ખંભાળિયા | 1050 | 1445 |
પાલીતાણા | 1140 | 1281 |
લાલપુર | 1150 | 1185 |
ધ્રોલ | 1080 | 1372 |
હિંમતનગર | 1100 | 1664 |
પાલનપુર | 1201 | 1454 |
તલોદ | 1050 | 1675 |
મોડાસા | 1000 | 1575 |
ડિસા | 1151 | 1551 |
ટિંટોઇ | 1050 | 1450 |
ઇડર | 1400 | 1693 |
ધાનેરા | 1150 | 1466 |
ભીલડી | 1270 | 1500 |
થરા | 1270 | 1445 |
દીયોદર | 1250 | 1490 |
માણસા | 1205 | 1310 |
વડગામ | 1200 | 1476 |
કપડવંજ | 1400 | 1570 |
શિહોરી | 1175 | 1390 |
ઇકબાલગઢ | 1250 | 1447 |
સતલાસણા | 1250 | 1446 |
લાખાણી | 1200 | 1437 |