khissu

સોનામાં રૂ.3000નો ઘટાડો, દિવાળી નવરાત્રિ આવતા શું થશે ફેરફાર? જાણો ગુજરાતમાં આજના ભાવો

નમસ્કાર ગુજરાત, અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે ₹5,255 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે ₹5,728 પ્રતિ ગ્રામ છે. આજે 7 ઓક્ટોબર 2023 છે. આજે ફરી ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે.

છેલ્લા એક અઠવાડિયા થી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ આજે ફરી થોડો ભાવ વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹52,550 રૂપિયા હતો અને આજે ₹52,450 રૂપિયા છે એટલે કે +100 રૂપિયાનો વધારો થયો છે.

જ્યારે 24 કેરેટ સોનામાં 10 ગ્રામ નો ભાવ ₹57,280 હતો જ્યારે આજે ₹57,210 થયો છે એટલે કે +70 નો વધારો થયો છે. હજી પણ નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવતા ભાવો થોડા વધવાની શક્યતા છે.

માત્ર એક મહિનામાં 3000 રૂપિયાનો ઘટાડો
જ્યારે છ સપ્ટેમ્બર થી છ ઓક્ટોબર વચ્ચેનો ભાવ ઘટાડો જોવામાં આવે તો એક મહિનામાં સોનામાં ₹3,000 નો ઘટાડો નોંધાયો છે. જે સોનું 60000 ની સપાટીએ હતું તે આજે 57000 ની સપાટીએ પહોંચી ગયું છે.