ડુંગળીના ભાવમાં થયો વધારો, જાણી લો આજની ખેડૂત માહિતી સાથે બજારભાવ

ડુંગળીના ભાવમાં થયો વધારો, જાણી લો આજની ખેડૂત માહિતી સાથે બજારભાવ

ડુંગળીની બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા. સફેદ ડુંગળીની આવકો ગોંડલ અને મહુવામાં વધી રહી હોવાથી તેનાં ભાવ થોડા ઘટ્યાં હતાં. જ્યારે લાલમાં બજારો સારા હતા. ખાસ કરીને સારી ક્વોલિટીની લાલ ડુગળી રૂ.૪૫૦ની ઉપર ક્વોટ થઈ હતી. આગામી દિવસોમાં જો સરકાર નિકાસની છૂટ આપશે તો ડુંગળીની બજારમાં મજબૂતાઈની સંભાવનાં ચાલી રહી છે.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે લાલની પુષ્કળ આવકો થઈ રહીછે અને મહુવામાં નવી આવકો ખોલ્યા બાદ કેટલી થેલીની આવક થાય છે તેનાં ઉપર છે. જો આવકો નિયંત્રણમાં રહેશે તો બજારો બહુ ઘટશે નહીં, નહીંતર બજારો નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી 
છે.

મહુવામાં લાલ ડુંગળીનાં ૬૬ હજાર કટ્ટાનાં વેપાર હતા. ભાવ રૂ.૧૧૧થી ૪૭૦ હતા અને સફેદમાં ૨૮ હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂ.૨૦૦થી ૩૩૨નાં હતાં.

ગોંડલમાં સફેદમાં ચાર હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૨૧થી ૨૭૬ હતાં. રાજકોટમાં ડુંગળીનાં ભાવ ૯૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૫૦ થી ૩૪૧ના હતાં.

નાશીકનાં બજાર ભાવ નાશીકમાં ડુંગળીનાં ભાવ સરેરાશ મજબૂત રહ્યા હતાં અને બેદિવસમાં ક્વિન્ટલે 
રૂ.૫૦થી ૧૦૦ વધ્યાં હતાં. ડુંગળીમાં નિકાસવેપાર ખુલે તેવી સંભાવનાએ બજારમાં ટેકો મળ્યો હતો. લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ રૂ.૧૯૦૦ થી ૨૦૮૧નાં હતા.

એવરેજ ભાવ રૂ.૧૯૦૦નાં હતાં. પીમ્પલગાંવમાં લાલ કાંદામાં રૂ.૧૩૦૦થી ૨૧૯૧નાં ભાવ હતા અને એવરેજ ભાવ રૂ.૧૮૦૦ પ્રતિ ક્વિન્ટલનાં હતાં.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 11/01/2024 Onion Apmc Rate):

તા. 10/01/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ150341
મહુવા111479
ભાવનગર195414
જેતપુર71366
વિસાવદર121261
તળાજા125400
ધોરાજી80336
મોરબી200400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 11/01/2024 Onion Apmc Rate):

તા. 10/01/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

મહુવા200332
તળાજા240246