હાલમાં ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહી છે. લાલ ડુંગળીની આવકો વધી રહી હોવાથી લાલ ડુંગળીના ભાવ સરેરાશ સોમવારે સ્ટેબલ રહ્યાં હતા, પંરતુ સફેદ ડુંગળીનાં ભાવ વધીને રૂ.570 સુધીની ઊંચી સપાટી પર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીની બજાર થોડા સમય માટે મજબૂત રહે તેવી ધારણાં છે.
સારી ક્વોલિટીના ડુંગળીનાં ભાવ વધીને તાજેતરમાં રૂ. 450થી 500 સુધી પહોંચી ગયા છે, પંરતુ આગામી દિવસોમાં ડુંગળીમાં બહુ મોટી તેજી થાય તેવી સંભાવનાં સાવ ઓછી દેખાય રહી છે. ડુંગળીની બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
હાલ ડુંગળીનાં ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ બિયારણની લેવાલી અને થોડી સારી ક્વોલિટીની ડુંગળી હોવાથી તેમાં માંગ નીકળતા સુધારો થયો છે. લાલ ડુંગળીની નવી આવકો વધી રહી છે. ગુજરાત અને નાશીકમાં પણ નવી આવકો વધી રહી છે. આગામી દિવસોમાં આવકો હજી વધશે એટલે ભાવ ફરી નીચા આવે તેવી પૂરેપુરી સંભાવનાં છે. ડુંગળીના ખેડૂતોએ રૂ.450 ઉપરનાં ભાવ આવે તો થોડી-થોડી ડુંગળી પડી હોય તો વેચાણ કરતી રહેવી જોઈએ.
કાલે તા. 20/12/2021 ના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 30000 ગુણીના વેપારો થયા હતા. જ્યારે મહુવામાં 26257 ગુણીના તથા ગોંડલ અને ભાવનગરમાં અનુક્રમે 18960 અને 12543 ગુણીના વેપારો થયા હતા. લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદ માર્કેટ યાર્ડમાં રૂ.540 બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 572 બોલાયો હતો.
કાલના તા. 20/11/2021ના લાલ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 100 | 470 |
મહુવા | 140 | 462 |
ગોંડલ | 101 | 401 |
ભાવનગર | 130 | 472 |
જેતપુર | 50 | 500 |
વિસાવદર | 60 | 270 |
ધોરાજી | 26 | 466 |
અમરેલી | 170 | 300 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 160 | 440 |
દાહોદ | 200 | 540 |
કાલના તા. 20/11/2021ના સફેદ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 111 | 572 |
ભાવનગર | 135 | 225 |