દેશમાં માંગ અને પુરવઠાની દ્રષ્ટિએ સતત મેરી-ગો-રાઉન્ડ જેવી સ્થિતિમાં રહેતા ટમેટા, ડુંગળી, બટાટામાં ગત વર્ષ ટમેટામાં ઉંચા ભાવે લોકોને પરેશાન કર્યા હતા અને આ વર્ષે ડુંગળીના ભાવ પણ વધવા લાગતા કેન્દ્ર સરકારે તુર્તજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેના ઉત્પાદનના સારા ભાવ મળવાની જે આશા હતી.
તેના પર પાણી ફરી વળ્યું તથા બજારો ડુંગળીથી ઉભરાવા લાગી છે અને હવે દેશમાં નવી સીઝનની ડુંગળી માર્કેટમાં આવવા લાગી છે તો બીજી તરફ નિકાસ પ્રતિબંધથી ઘરઆંગણે પણ પુરવઠો વધતા ડુંગળીના ભાવ નીચે જવા લાગતા હવે કેન્દ્ર સરકાર નિકાસ પ્રતિબંધ દુર કરે તેવી ધારણા છે.
ભારતમાં વિશ્વમાં ડુંગળીના મોટા નિકાસકાર રાષ્ટ્રોમાં સામેલ છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ ડબલ થવા લાગતા કેન્દ્ર સરકારે ચુંટણી સમયે જ ચિંતા સર્જાતા તાત્કાલીક નિકાસ પ્રતિબંધ લાદી દીધો હતો જેના દેશભરમાં વ્યાપક વિરોધ પણ થયો પણ હવે ડુંગળીની આવક વધવા લાગી છે અને નિકાસ પ્રતિબંધ હોવાથી ભાવ પર પણ દબાણ છે.
જેના કારણે એક સમયે ડુંગળીના ભાવ પ્રતિ કિવન્ટલ રૂા.1870 અને તેથી વધુ થયા હતા તે ઘટીને રૂા.1500 સુધી પહોંચી ગયા છે અને નિકાસબંધીથી મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ત્યાં તો ભાવ 60% જેટલા નીચે ચાલ્યા ગયા હતા. હાલ ડુંગળીની રોજની આવક 15000 કવીન્ટલની થઈ છે અને હવે વધુ ભાવ નીચા જાય તો ખેડુતોને પડતર પણ મોંઘી પડે તેથી સરકાર હવે આ નિકાસબંધી ઉઠાવી લેશે.
ચાલુ વર્ષે પણ સરકાર ડુંગળીની ખરીદી કરવાનો ઈરાદો ધરાવે છે પરંતુ દેશમાં ઉત્પાદન ઓછુ હોવાના કારણે ડુંગળીના ભાવમાં વધારો થવાની શકયતા છે અને સરેરાશ રૂા.60ના ભાવને બદલે રૂા.100 સુધીનો ડુંગળીનો ભાવ થઈ શકે છે તેથી જ કેન્દ્ર સરકારે નિકાસ પ્રતિબંધ લાદયો છે.
પરંતુ હાલમાં જ સરકારના બફર સ્ટોકમાં 25 ટકા ડુંગળીઓ ઉપયોગમાં લઈ ન શકાય તેવો બગડી જતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેમાં રૂા.300 કરોડની ડુંગળીઓ બગડી ગઈ હતી. પરંતુ હાલ સરકાર પાસે ફકત 50000થી 100000 લાખ ટન ડુંગળી જ રહી છે.
અન્ય તમામ ડુંગળીઓ બગડી જતા દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ બની છે અને તેને કારણે સરકારને હવે મર્યાદીત બફર સ્ટોક સાથે જ ડુંગળીના ભાવને કાબુમાં રાખવાની જહેમત કરવી પડશે. ડુંગળી એ સામાન્ય વપરાશની ખાદ્ય શાકભાજી હોવાથી તેના ઉંચા ભાવ લોકો માટે નવી મુશ્કેલી સર્જી શકે છે.
તા. 01/01/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 140 | 341 |
મહુવા | 100 | 487 |
ભાવનગર | 190 | 493 |
ગોંડલ | 71 | 421 |
જેતપુર | 51 | 406 |
વિસાવદર | 130 | 306 |
તળાજા | 205 | 389 |
ધોરાજી | 90 | 371 |
અમરેલી | 100 | 330 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 140 | 440 |
દાહોદ | 160 | 600 |
વડોદરા | 180 | 400 |
તા. 01/01/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 271 | 351 |
મહુવા | 234 | 448 |
ગોંડલ | 201 | 331 |