ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સારી ડુંગળીની આવકો મર્યાદીત હોવાથી ભાવમાં સુધારો હતો. સારી ડુંગળી હાલ સૌરાષ્ટ્રમાં રૂ.૪૫૦થી ૫૫૦ની વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ હજી થોડા વધે તેવી ધારણાં છે. રાજકોટમાં ડુંગળીની ૩૫૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૮૦થી ૪૮૦નાં હતાં. જ્યારે ગોંડલમાં નવ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૧થી ૪૪૬નાં ભાવ હતાં. એવરેજ ભાવ રૂ.૨૪૦ જેવા બોલાતાં હતાં. ગોંડલમાં નવી લાલ ડુંગળીની આવક થોડી-થોડી આવી રહી છે, જેમાં હવે વધારો થવાની ધારણાં છે. મહુવામાં લાલ ડુંગલીની ૧૬ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૩૫થી ૫૬૦નાં હતાં. જ્યારે સફેદની ૪૧૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૨૫થી ૬૪૨ સુધીના ભાવ હતાં. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે હાલ ખુબ જ સારો માલ હોય તેમાં ભાવ રૂ.૫૦૦ ઉપરનાં બોલાય છે, પંરતુ તેની આવકો બહુ ઓછી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં નાશીકની બજારો ઉપર સ્થાનિક બજારનો મોટો આધાર રહેલો છે.
દેશી દારૂનો જુગાડ: મધ્યપ્રદેશના ઉસ્માનાબાદ જિલ્લામાં ડુંગળીને એક અલગ ચમક આપવા માટે ઘણા ખેડૂતો ડુંગળી પર દેશી દારૂ(Alcohol)નો છંટકાવ કરી રહ્યા છે. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ પ્રકારનો પ્રયોગ ઉસ્માનાબાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કરવામાં આવ્યો છે.
ખેડૂતોનો દાવો છે કે આવા ઉપયોગથી ડુંગળીમાં ચમક તો આવે જ છે, પરંતુ રોગોનો પ્રકોપ પણ ઓછો થાય છે. આવા પ્રયોગો માત્ર આ વિસ્તારમાં જ નહીં, પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ થઈ રહ્યા છે. મુકેશ કુમાર નામના ખેડૂતે જણાવ્યું કે દારૂનો છંટકાવ કરવાથી ફળો સારા આવે છે અને અનેક પ્રકારના જંતુઓ મરી જાય છે.
જોકે મહારાષ્ટ્ર કાંદા નિર્માતા સંગઠનના સ્થાપક પ્રમુખ ભરત દિઘોલે આવા દાવાઓને રદ કરતા જણાવ્યું કે કેટલાક ખેડૂતો અફવાઓનો શિકાર બન્યા છે, તેથી તેઓ આવું કરી રહ્યા છે. મેં એવું પણ સાંભળ્યું છે કે લોકો દારૂનો છંટકાવ કરે છે, પરંતુ અમે તેને સમર્થન આપતા નથી.
હાલમાં હવામાન બદલાયું છે. હવામાન પરિવર્તનની અસર પાક પર જોવા મળી રહી છે. રવિ સિઝનમાં કમોસમી વરસાદ ચાલુ છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ડુંગળી ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. બીજી તરફ તેના પર દારૂનો છંટકાવ કરનારા ખેડૂતોનું કહેવું છે કે તેના કારણે ડુંગળી ફૂલે છે અને સંપૂર્ણ રંગમાં આવે છે. ઉત્પાદન સારું થાય છે.
કાલના (તા. 24/11/2021, બુધવારના) લાલ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 110 | 550 |
મહુવા | 145 | 587 |
ભાવનગર | 114 | 421 |
ગોંડલ | 101 | 511 |
જેતપુર | 81 | 296 |
વિસાવદર | 100 | 400 |
અમરેલી | 200 | 400 |
મોરબી | 200 | 460 |
અમદાવાદ | 150 | 500 |
દાહોદ | 240 | 460 |
કાલના (તા. 24/11/2021, બુધવારના) સફેદ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 142 | 583 |