ડુંગળીની બજારમાં હાલ થોડોક મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીમાં હાલનાં તબક્કે વેચવાલી ખાસ નથી, પંરતુ સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. ડુંગળીમાં આવકો ધારણાં મુજબ વધતી ન હોવાથી ડુંગળીના ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં આવકો વધશે તો ભાવમાં ફરી ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ડુંગળીનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદી-વાદળછાયું વાતાવરણ અને લગ્નગાળાની સિઝન હોવાથી બજારમાં ડુંગળીની આવકોને બ્રેક લાગી છે. આગામી દિવસોમાં ડુંગળીની આવકોમાં વધારો થશે એટલે ડુંગળીના ભાવમાં પણ સરેરાશ ઘટાડાની સંભાવના દેખાય રહી છે.
ગઈ કાલે તારીખ 25/01/2022 ને મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 31182 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 509 સુધીના બોલાયા હતાં. જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો 12723 થેલાના વેપારો સામે ભાવ રૂ. 150થી 415 સુધીનાં બોલાયા હતાં.
ગઈ કાલે તારીખ 25/01/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13280 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 486 સુધીના બોલાયા હતાં. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 21484 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 511 સુધીના બોલાયા હતાં.
ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ.509 સુધીનો બોલાયો હતો તથા સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 415 સુધીનો બોલાયો હતો.
તા. 25/01/2022, મંગળવારના લાલ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 110 | 470 |
મહુવા | 150 | 509 |
ગોંડલ | 101 | 486 |
ભાવનગર | 150 | 511 |
જેતપુર | 141 | 461 |
વિસાવદર | 92 | 346 |
અમરેલી | 80 | 500 |
મોરબી | 100 | 440 |
અમદાવાદ | 200 | 500 |
દાહોદ | 100 | 500 |
ધોરાજી | 100 | 500 |
તા. 25/01/2022,મંગળવારના સફેદ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 415 |
ભાવનગર | 150 | 300 |
ગોંડલ | 116 | 356 |