ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવે છે. જેમાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે. કારણ કે ડુંગળીના ભાવમાં 20 કિલોના ભાવ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ આટલા થયા તો 2 લાખ ડુંગળીની બોરીની આવકમાં ભાવ ક્યાં પહોંચશે, તે વિચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી.
લાલ ડુંગળીના બજાર ભાવ:
તા. 16/01/2023,સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 110 | 275 |
મહુવા | 100 | 331 |
ભાવનગર | 114 | 329 |
ગોંડલ | 71 | 281 |
જેતપુર | 101 | 241 |
વિસાવદર | 35 | 141 |
તળાજા | 185 | 264 |
ધોરાજી | 70 | 296 |
અમરેલી | 100 | 300 |
મોરબી | 100 | 300 |
પાલીતાણા | 180 | 222 |
અમદાવાદ | 120 | 320 |
દાહોદ | 100 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ:
તા. 16/01/2023,સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 140 | 265 |
મહુવા | 172 | 361 |
ગોંડલ | 131 | 251 |