દિવાળી પહેલાં ફરી બજારોમાં નરમાઈ, સોના ચાંદીના ભાવો ઘટયા, જાણો આજના Gold Silver ના ભાવો

દિવાળી પહેલાં ફરી બજારોમાં નરમાઈ, સોના ચાંદીના ભાવો ઘટયા, જાણો આજના Gold Silver ના ભાવો

અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹73.60 પ્રતિ ગ્રામ અને ₹73,600 પ્રતિ કિલોગ્રામ છે. અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹ 5,500 અને 24 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે ₹ 6,000 પ્રતિ ગ્રામ છે.

બજાર ભાવો મુજબ 22 કેરેટ સોનાનો ભાવ 55500 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 60000 રૂપિયા 10 ગ્રામ પર થયો છે.  

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ? 
રાષ્ટ્રીય સ્તરે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 59108 રૂપિયા છે. જ્યારે ચાંદીની કિંમત 70383 રૂપિયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 59121 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે સવારે ઘટીને 59108 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું:- આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવને $1,900 પ્રતિ ઔંસના સ્તરે ટેકો મળ્યો છે, જ્યારે તે $1,980 પ્રતિ ઔંસના સ્તરે છે.  અનુમાન મુજબ, જો $1,980નું સ્તર તૂટે તો હાજર બજારમાં સોનાના ભાવ $2,010 પ્રતિ ઔંસના સ્તરે જઈ શકે છે.