આજ તારીખ ૧૨/૦૫/૨૦૨૧ ને બુધવારના મહુવા, ઉનાવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું. હાલ કોરોના મહામારીને લીધે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડો શરૂ નથી, તેથી હાલ જે માર્કેટ યાર્ડો શરૂ છે તેના ભાવ આપવામાં આવશે. જે માર્કેટ યાર્ડો શરૂ છે ત્યાં પણ બધા પાકોની હરરાજી શરૂ નથી, તેથી જે પાકોની હરરાજી શરૂ છે તે જ પાકોના બજાર ભાવ આપવામાં આવશે.
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.
મહુવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 105 | 250 |
સફેદ ડુંગળી | 140 | 195 |
ઉનાવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હાલ ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડા, તમાકુ અને ગાળીયું જેવા પાકોની હરરાજી શરૂ છે. એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એરંડાનો ભાવ રૂ. ૧૦૦૩ થી ૧૦૧૧ સુધીનો બોલાયો હતો અને તમાકુના બજાર ભાવની વાત કરીએ તો તમાકુનો ભાવ રૂ. ૧૨૧૧ થી ૨૪૦૧ સુધીનો બોલાયો હતો.
ઉનાવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 1003 | 1011 |
તમાકુ | 1211 | 2401 |
ગાળીયું | 812 | 1322 |
જેટલું ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, ધાણા, ચણા, કપાસ, મગફળી જેવા તમામ પાકોની હરરાજી માટે ખુબ જ પ્રચલિત છે તેટલું જ ગોંડલ માર્કેટ યાર્ડ બધા પાકો સાથે મસાલા માટે એટલું જ પ્રખ્યાત છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મુખ્ય પાકોની જ હરરાજી શરૂ છે, જેમાં મગફળી (ઝીણી અને જાડી બન્ને), લસણ (સુકુ), લાલ ડુંગળી, મરચા સુકા, સિંગ ફાડા, સિંગ દાણા, તલ, જીરૂ અને મગ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો મગફળીની ૧૫૦૭૪ ગુણીના વેપાર સામે ઝીણી મગફળીનો ભાવ રૂ. ૮૫૦ થી ૧૩૦૬ સુધીનો બોલાયો હતો તેમજ જાડી મગફળીનો બજાર ભાવ રૂ. ૮૪૦ થી ૧૩૮૬ સુધીનો બોલાયો હતો. તલ-તલી ના બજાર ભાવની વાત કરીએ તો ૩૫૫ ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૧૧૦૦ થી ૧૬૯૧ સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના બજાર ભાવની વાત કરીએ તો ૧૨૧૫ ગુણીના વેપાર સામે ભાવ રૂ. ૨૧૨૬ થી ૨૬૪૧ સુધીનો બોલાયો હતો તેમજ ઈસબગુલના બજાર ભાવની વાત કરીએ તો ૧૩૦ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૨૭૧ થી ૧૮૬૧ સુધીનો બોલાયો હતો. ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ૭૧૦૦ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૬૧ થી ૨૦૬ સુધીનો બોલાયો હતો. મગના બજાર ભાવની વાત કરીએ તો મગનો બજાર ભાવ રૂ. ૧૧૭૬ થી ૧૪૩૧ સુધીનો બોલાયો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી જાડી | 840 | 1386 |
મગફળી જીણી | 850 | 1306 |
ડુંગળી | 61 | 206 |
લસણ | 450 | 1390 |
મગ | 1176 | 1431 |
મરચા સુકા | 451 | 2201 |
સિંગ ફાડા | 1281 | 1596 |
તલ | 1100 | 1691 |
સિંગ દાણા | 1521 | 1701 |
જીરું | 2126 | 2641 |
ગોગળી | 931 | 1171 |
ઈસબગુલ | 1271 | 1861 |
કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં થતી પાકની ખરીદીમાં ૧૨/૦૫/૨૦૨૧ ને બુધવારની વ્યવસ્થા નીચે મુજબની કરવામાં આવી છે.
મગફળીની અંગેની નોંધ :- મગફળીની આવક આજ રોજ (૧૨/૦૫/૨૦૨૧) રાત્રીના ૯ થી સવારના ૬ સુધી જ ચાલુ રહેશે.
લાલ ડુંગળી અને મગની અંગેની નોંધ :- લાલ ડુંગળી અને મગ ની આવક આવતી કાલ (૧૩/૦૩/૨૦૨૧) સવારના ૬ થી સવારના ૯ સુધી ચાલુ રહેશે.
લસણ અંગેની નોંધ :- લસણની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેથી કોઈ પણે લસણ ભરીને લાવવું નહીં.
રજા અંગેની નોંધ :- તા. ૧૪/૦૫/૨૦૨૧ ને શુક્રવારથી તા. ૧૬/૦૫/૨૦૨૧ ને રવીવાર સુધી ગોંડલ માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે.
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.