રશિયા-યુક્રેનના યુધ્ધના હિસાબે ઘઉંના ભાવ ઓર તેજ થવાની ધારણા હતી. ઘઉંના બહું ઉંચા ભાવ રાખીનેબેઠેલ ઘણા ખેડૂતોની ગણિત ઉંધા પડવાના સંજોગો નિર્માણ થયા છે. સૌરાષ્ટ્ર-ગુજરાત અને મધ્યપ્રદેશના ઘઉં ફટોફટકપાઇને બજારમાં ઠલવાઇ રહ્યાં છે. હજુ એપ્રિલમાં પંજાબ હરિયાણાના ઘઉઁ કાપવાના તોબાકી છે. સૌથી સારી બાબત યુક્રેન-રશિયાનું યુધ્ધ પણ શાંત થવાની હવા બંધાણી છે. કોઇપણ કૃષિ જણસમાં માર્કેટની પણ એક લીમિટ હોય છે.
આ પણ વાંચો: PPF, SSY અને NPSમાં દર વર્ષે જમા કરાવવા પડશે પૈસા, મીનીમમ બેલેન્સ નહીં હોય તો બંધ થઈ જશે ખાતું
અત્યાર સુધી પુરવઠાની ખેંચ અનેવિદેશી માંગને કારણેઘઉંમાં તેજીનો તખ્તો રચાયોહતો. ઘઉંની વૈશ્વિક બજારમાં પણ ઘટાડાનો રેલો આવ્યો છે. ગયા એક જ દિવસમાં ઘઉંના ભાવમાં પ્રતિ 20 કિલોએ .15 થી રૂ.20નો ઘટાડો જોવા મળ્યો હતો. હજુ હોળી-ધૂળેટી
પછી અને માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા ઘઉંની આવકોવધવાથી ભાવ ઘટવાની ધારણા વેપારી સૂત્રો મુકી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવકો 3 લાખ ગુણી જેવી થઇ હતી. રાજસ્થાનમાં 12 થી 13 હજાર ગુણીની આવક હતી.
આ પણ વાંચો: આધાર કાર્ડમાં જાણકારી બદલવાનો આ છે મોકો, જાણો ઓફ્લાઈન અને ઓનલાઇન રીતો
મિલબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.2150 થી રૂ.2175 અનેટુકડામાં સરેરાશ રૂ.2200 થી રૂ.2230ના ભાવ હતા. ઉપરમાં રૂ.2300ની બજાર હતી. ટુંકમાં સલામતી માટે ખેડૂતોએ ઓન-લાઇન ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રોશન કરાવીલેવું જોઇએ. પ્રતિ 20 કિલોના ટેકામાં રૂ.403નો ભાવ છે.
અફઘાન લોકોને માનવતાભરી સહાયતા કરવાના રૂપે ભારત સરકારે 2000 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો 15 માર્ચ, મંગળવારે પાકિસ્તાન માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો છે. આ સાથે ભારત તરફથી અફઘાનિસ્તાનને અત્યાર સુધીમાં મોકલવામાં આવેલા ઘઉં-સહાયતાના કુલ જથ્થાનો આંક 8,000 મેટ્રિક ટન થયો છે.
આ પણ વાંચો: સારા સમાચાર! દીકરીઓના લગ્ન પર સરકાર આપી રહી છે 51,000 રૂપિયાની ગિફ્ટ, જાણો કેવી રીતે લેશો લાભ?
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (16/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 440-476 |
ગોંડલ | 410-498 |
જામનગર | 430-455 |
સાવરકુંડલા | 400-527 |
બોટાદ | 400-546 |
મહુવા | 351-529 |
જુનાગઢ | 410-455 |
મોરબી | 425-559 |
કોડીનાર | 435-447 |
ભેસાણ | 350-450 |
ઇડર | 450-528 |
પાલીતાણા | 380-470 |
મોડાસા | 435-534 |
મહેસાણા | 360-460 |
હિમતનગર | 450-590 |
વિજાપુર | 410-515 |
સિદ્ધપુર | 416-499 |
વિરમગામ | 429-515 |
આંબલીયાસણ | 406-532 |
જેતલપુર | 426-455 |
દાહોદ | 455-499 |
જાદર | 400-475 |
તારાપુર | 410-536 |
હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (16/03/2022)
વિવિધ માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવો |
રાજકોટ | 446-505 |
અમરેલી | 350-615 |
જેતપુર | 440-475 |
મહુવા | 351-529 |
ગોંડલ | 422-556 |
કોડીનાર | 425-468 |
પોરબંદર | 401-435 |
જુનાગઢ | 425-493 |
સાવરકુંડલા | 421-566 |
તળાજા | 350-476 |
ખંભાત | 400-525 |
જસદણ | 400-525 |
વાંકાનેર | 422-475 |
વિસાવદર | 450-470 |
બાવળા | 450-485 |
દાહોદ | 455-499 |
આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના 2022: તમને મળશે 48,000 રૂપિયાની સહાય, જાણો કેવી રીતે ?
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.