ખાદ્યતેલ બજારો નરમ હોવાથી મગફળી અને સીંગદાણાની બજારનો કલર પણ લાલ જ હતો. મગફળીનાં ભાવમાં આગામી દિવસોમાં ભાવમાં મણે રૂ.૨૫થી ૩૦નો ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યં છે. ગોંડલમાં નવી આવકો મંગળવારે સવારે કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર છે. જાણકારો માને છેકે ગોંડલમાં એક લાખ ગુણી ઉપરની જ આવક થાય તેવી સંભાવના છે જેની સામે લેવાલી ઓછી હોવાથી ભાવમાં રૂ.૨૦થી ૨૫ નીચા બોલાય તેવી ધારણાં છે. સીંગદાણા, ખોળ અને તેલ બધુ જ નરમ છે. ગોંડલમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૭૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.
ચણાનું સૌથી વધુ ઉત્પાદન ભલે એમપી તેમજ મહારાષ્ટ્રમાં થઇ રહ્યું હોઇ પરંતુ આપણા સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાતના ચણા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ ગણાતા હોય છે. હાલમાં ચણાની માર્કેટમાં નવા ક્રોપની આવકોના ઇંતેજાર વચ્ચે સુસ્ત ઘરાકી વચ્ચે ભાવ મહદ્અંશે ટકેલા જોવા મળી રહ્યા છે. અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, હાલ બજારમાં ખાસ મૂલમેન્ટ નથી. નોરતા-દિવાળી દરમિયાન કોલ્ડસ્ટોરેજ બેઇઝ કાંટાવાળા ચણાનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ રૂ.5800 અને ગુજરાત ત્રણ ચણાનો ભાવ રૂ.5500 સુધી અથડાયો હતો. દરમિયાન હાલ ભાવમાં વળતા પાણી થયા છે, અત્યારે કાંટાવાળા ચણાના રૂ.5000 અને ગુજરાત ત્રણ જાતના રૂ.4700ના ભાવ બોલાઇ રહ્યા છે. માર્કેટમાં ઘરાકીનો અભાવ છે, સુસ્ત વાતાવારણ છે. ગત સાલ કરતા સવાયુ વાવેતર આવવાની ધારણા મુકાઇ રહી છે. જાન્યુઆરી અંતથી નવી આવકોનો પ્રારંભ થયા બાદ ફ્રેબુઆરીથી આવકો વેગ પકડશે. નવી આવકોના ઇંતેજાર અને સારા પાકની આશા વચ્ચે વેચવાલી છે, પરંતુ લેનાર ન હોવાનો રંજ બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં ચણાની 700 ગુણીની આવકો નોંધાઇ હતી. આજે ચણાના વાયદામાં એક વર્ષ સુધી પ્રતિબંધ લદાયો પરંતુ ચણામાં પહેલેથી જ વાયદા બંધ હોવાથી બજારમાં ખાસ અસર જોવા
મળી ન હતી.
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 11461 | 1784 |
ઘઉં લોકવન | 406 | 427 |
ઘઉં ટુકડા | 413 | 472 |
જુવાર સફેદ | 343 | 590 |
જુવાર પીળી | 281 | 335 |
બાજરી | 325 | 441 |
તુવેર | 940 | 1254 |
ચણા પીળા | 721 | 950 |
મગ | 1100 | 1440 |
મઠ | 1400 | 1550 |
કળથી | 741 | 985 |
મગફળી જાડી | 898 | 1176 |
મગફળી ઝીણી | 880 | 1138 |
એરંડા | 1050 | 1154 |
અજમો | 1375 | 2085 |
સોયાબીન | 1070 | 1257 |
કાળા તલ | 1874 | 2596 |
લસણ | 240 | 455 |
ઇસબગુલ | 1580 | 2211 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1841 |
ઘઉં | 400 | 428 |
જીરું | 2000 | 2855 |
તલ | 1420 | 2270 |
બાજરો | 271 | 397 |
ચણા | 695 | 923 |
ગુવાર | 1040 | 1040 |
મગફળી ઝીણી | 840 | 1100 |
મગફળી જાડી | 929 | 1124 |
સોયાબીન | 1156 | 1268 |
ધાણા | 1100 | 1499 |
તુવેર | 600 | 1180 |
મકાઇ | 349 | 376 |
તલ કાળા | 1000 | 2765 |
અડદ | 600 | 1200 |
મેથી | 1147 | 1200 |
સિંગદાણા | 936 | 1115 |
ર. બાજરો | 2300 | 4975 |
ઘઉં ટુકડા | 374 | 466 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1351 | 1765 |
ઘઉં | 405 | 455 |
જીરું | 2250 | 3030 |
એરંડા | 1106 | 1136 |
તલ | 1360 | 2100 |
બાજરો | 380 | 457 |
ચણા | 601 | 875 |
મગફળી જીણી | 700 | 1265 |
તલ કાળા | 1250 | 2565 |
મગ | 600 | 1100 |
અડદ | 501 | 1501 |
ગુવારનું બી | 951 | 1151 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1806 |
જીરું | 2201 | 3091 |
ઘઉં | 398 | 438 |
એરંડા | 1011 | 1176 |
તલ | 1500 | 2231 |
ચણા | 711 | 906 |
મગફળી જીણી | 825 | 1156 |
મગફળી જાડી | 780 | 1161 |
ડુંગળી | 101 | 416 |
લસણ | 221 | 451 |
સોયાબીન | 1000 | 1261 |
તુવેર | 951 | 1171 |
મગ | 1300 | 1461 |
અડદ | 800 | 1461 |
મરચા સુકા | 400 | 3951 |
ઘઉં ટુકડા | 400 | 494 |
શીંગ ફાડા | 1006 | 1346 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1770 |
ઘઉં | 380 | 431 |
જીરું | 2100 | 3050 |
એરંડા | 1000 | 1117 |
તલ | 1980 | 2130 |
બાજરો | 336 | 427 |
ચણા | 820 | 950 |
મગફળી જીણી | 1000 | 1285 |
મગફળી જાડી | 950 | 1050 |
લસણ | 180 | 405 |
અજમો | 1900 | 5021 |
મરચા સુકા | 1150 | 3715 |
અડદ | 1310 | 1400 |