હજુ આવતીકાલે પણ ગુજરાતને ઘમરોળશે માવઠું, હવામાન વિભાગે આટલા જિલ્લાને તો ખાસ એલર્ટ રહેવાનું કહ્યું

હજુ આવતીકાલે પણ ગુજરાતને ઘમરોળશે માવઠું, હવામાન વિભાગે આટલા જિલ્લાને તો ખાસ એલર્ટ રહેવાનું કહ્યું

Rain Forecast Gujarat: આજે સવારથી જ આખા ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરીને લોકોને ચેતવ્યા છે. અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતાં વાત કરી કે આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર સ્ટ્રોમનું પૂર્વાનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે થંડર સ્ટ્રોમનું અનુમાન જોવામાં આવી રહ્યું છે.

જિલ્લા સાથે હવામાન વિભાગે આગાહી કરી કે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો અને હજુ પણ સાંજ સુધીમાં પડે એવી શક્યતા છે. 

સૌરાષ્ટ્ર રિઝનમાં દ્વારકા, મોરબી, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો છે. ત્યારે આવતી કાલે એટલે કે 3 માર્ચ અને શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટ્રોમ જોવામાં આવી રહ્યું છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો.

આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને નોર્થ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આ અણધાર્યા માવઠાં પાછળનું કારણ પણ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.

કારણ વિશે વાત કરી કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ અફધાનિસ્તાન તરફ છે અને તેના લીધે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ અરબ સાગરમાં બનેલું છે. તેની સાથે એક બીજું પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા પોતાનો પ્રકોપ બતાવી રહ્યાં છે.