કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં કોરોનો રસીકરણ નો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં વેક્સિન આપશે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. જો કે હજુ પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂપિયા આપીને વેક્સિન લગાવવાનો ઓપ્શન મળશે.
આ પણ વાંચો : સોનામાં મોટી ઉથલપાથલ, સોનામાં મોટું ગાબડું પડ્યું, જાણો કેટલો ઘટાડો ?
નવો નિયમ શું છે?
આજ થી શરુ થઇ રહેલા રસીકરણનાં તબક્કામાં CoWIN.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. દરેક સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જૂને જાહેરાત કરી હતી કે રાજ્યોએ વેક્સિન નિર્માતા કંપની પાસેથી વેક્સિન ખરીદવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર 75% વેક્સિન ની ખરીદી કરશે અને દરેક રાજ્યો ને અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્રીમાં રસી આપશે.
વેક્સિન લેવા કંઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું?
વેક્સિનેશનની પ્રક્રિયા હજુ પણ પહેલા જેવી જ છે. તમે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવી શકશો. પરંતુ હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તમે સીધા જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લઈ શકો છો. જો કે લોકો હજુ પણ વેક્સિન સ્લોટ ચેક કરીને ઑનલાઇન બુકિંગ નો રસ્તો અપનાવી રહ્યા છે.
આ પણ વાંચો : શું ખરેખર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની છે? જાણો નિષ્ણાંતોનું શું કહેવું છે?
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે:- સરકાર આજથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહી છે. તેમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન કરીને 18 થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની 3 કોવિડ વેક્સિનેશન કેન્દ્રોનું ઉદ્દઘાટન કરવા અમદાવાદ ખાતે આવ્યા હતા. સાથોસાથ આજે અમિત શાહ 28 કરોડના ખર્ચે તૈયાર થનાર વૈષ્ણવ દેવી બ્રીજનું લોકાર્પણ પણ કર્યું હતું.