ટીપ્સ એન્ડ ટ્રીક્સ / મોબાઈલ ફોન ચોરી થઇ જાય તો વોલેટ (ફોન પે, ગુગલ પે, પેટીએમ) એપ્લીકેશન્સને કઈ રીતે બ્લોક કરી શકાય? જાણો સમગ્ર પ્રોસેસ સરળ ભાષામાં

ટીપ્સ એન્ડ ટ્રીક્સ / મોબાઈલ ફોન ચોરી થઇ જાય તો વોલેટ (ફોન પે, ગુગલ પે, પેટીએમ) એપ્લીકેશન્સને કઈ રીતે બ્લોક કરી શકાય? જાણો સમગ્ર પ્રોસેસ સરળ ભાષામાં

⁠⁠અત્યારે આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં મોટાભાગના કામ મોબાઇલ ફોન ની મદદથી થઈ જાય છે. એડવાન્સ ટેકનોલોજીના કારણે આપણે પૈસાની લેવડ દેવડ ફોન પર જ કરી લેતા હોઈએ છીએ. હાલ સ્માર્ટ ફોન યુઝર એક યુપીઆઇ એકાઉન્ટ તો વાપરતા જ હોય છે. પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે ફોન ચોરી થઈ જાય ત્યારે અંદર રહેલી વોલેટ એપ્લિકેશનનું શું કરશો? દેશભરમાં પેટીએમ, ફોન પે, ગુગલ પે અને અન્ય UPI સેવાઓ જરૂરી થઈ ગઈ છે. જો ફોન ચોરી થઈ જાય તો ફોન પે, ગુગલ પે વગેરે એપ્લિકેશન્સનાં દુરુપયોગ ને કેવી રીતે અટકાવી શકો છો? તેના વિશે માહિતી જાણીશું.

ગૂગલ પે એકાઉન્ટ કંઈ રીતે બ્લોક કરી શકાય?
ગૂગલ પે યુઝર્સ 18004190157 હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે. ત્યાર બાદ તમારી ભાષા પસંદ કરો. ત્યાર બાદ કંપનીનાં વ્યક્તિ સાથે વાત કરવા માટે વિકલ્પ પસંદ કરો જે તમને તમારું ગૂગલ પે એકાઉન્ટ બ્લોક કરવામાં મદદ કરશે. આ સિવાય, એન્ડ્રોઇડ યુઝર્સ પોતાના ડેટા સંપૂર્ણપણે ડિલીટ પણ કરી શકે છે. જેથી બીજો કોઈ વ્યકિત ગૂગલ એકાઉન્ટ એક્સિસ ન કરી શકે. IOS યુઝર્સ પણ ડેટા ને સંપૂર્ણપણે ડિલીટ કરી શકે છે.

ફોન પે એકાઉન્ટ કંઈ રીતે બ્લોક કરી શકાય?
ફોન પે એકાઉન્ટ બ્લોક કરવા માટે યુઝર્સ 08068727374 અથવા 02268727374 પર કોલ કરી શકે છે. તમારી ભાષા પસંદ કર્યા પછી તમને પૂછવામાં આવશે કે શું તમારા ફોન પે એકાઉન્ટની સાથે કોઈ સમસ્યા છે જેની માટે તમારે સાચા ને પ્રેસ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે તમારા રજીસ્ટર મોબાઇલ નંબરને એન્ટર કરવાનો રહેશે પછી કન્ફર્મેશન માટે તમને એક ઓટીપી મોકલવામાં આવશે. ત્યાર બાદ ઓટીપી નથી મળ્યો તેના વિકલ્પને પસંદ કરો. ત્યાર બાદ તમને લોસ ઓફ સીમ અથવા ડીવાઈસનો વિકલ્પ આપવામાં આવશે તેને પસંદ કરો. ત્યાર પછી તમને ફોન પે નાં વ્યક્તિ સાથે જોડવામાં આવશે કે જે તમને તમારું એકાઉન્ટ બ્લોક કરવામાં મદદ કરશે.

પેટીએમ એકાઉન્ટને કઈ રીતે બ્લોક કરી શકાય? 
પેટીએમ પેમેન્ટ બેંકનાં યુઝર્સ 01204456456 હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે. લાસ્ટ ફોન નાં વિકલ્પને પસંદ કરો. હવે બીજા નંબરને એન્ટર કરવાના વિકલ્પને પસંદ કરો અને તમારા ખોવાયેલા નંબરને એન્ટર કરો. હવે બધાજ ડીવાઈસ માંથી લોગાઉટ થવાના વિકલ્પને પસંદ કરો.

હવે પેટીએમની વેબસાઇટ પર જઇને નીચે તરફ આપેલા 24X7 હેલ્પ નાં વિકલ્પને પસંદ કરો. ત્યાર પછી રિપોર્ટ અ ફ્રોડના ઓપ્શનને સિલેક્ટ કરી કોઈપણ કેટેગરી ને પસંદ કરો. ત્યાર પછી કોઈપણ ઇસ્યુ પર ક્લિક કરી મેસેજ અસ નાં બટન ને ક્લિક કરો. હવે તમારે એકાઉન્ટ ઓવનરશિપ માટે એક પ્રૂફ આપવું પડશે. પેટીએમ એકાઉન્ટ ટ્રાન્જેક્શનની સાથેનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ હોઇ શકે છે અથવા પેટીએમ એકાઉન્ટ ટ્રાન્જેક્શનના કન્ફર્મેશન ઇમેઇલ અથવા SMS ચોરી થયેલા ફોનની પોલિસ ફરિયાદ. ત્યારબાદ પેટીએમ દ્વારા વેલીડીટી કરી અને તમારા એકાઉન્ટ ને બ્લોક કરી દેવામાં આવશે અને ત્યાર પછી તમને એક કન્ફર્મેશન મેસેજ આપવામાં આવશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.