gold price today: સોના-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. સોના અને ચાંદીના સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 163 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો મામૂલી ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1,160નો ઘટાડો નોંધાયો છે.
Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (30 ઓક્ટોબરથી 3 નવેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ 61,238 રૂપિયા હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 61,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તે જ સમયે, 999 શુદ્ધતા ચાંદીની કિંમત 71,931 રૂપિયાથી ઘટીને 70,771 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો
નોંધનીય છે કે IBGA દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.
બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે
છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
ઑક્ટોબર 30, 2023- 61,238 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ઑક્ટોબર 31, 2023- 61,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
નવેમ્બર 01, 2023- રૂ. 61,012 પ્રતિ 10 ગ્રામ
નવેમ્બર 02, 2023- રૂ 61,092 પ્રતિ 10 ગ્રામ
નવેમ્બર 03, 2023- રૂ 61,075 પ્રતિ 10 ગ્રામ
છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
30 ઓક્ટોબર, 2023- રૂ. 71,931 પ્રતિ કિલો
ઑક્ટોબર 31, 2023- 72,165 રૂપિયા પ્રતિ કિલો
નવેમ્બર 01, 2023- રૂ. 70,984 પ્રતિ કિલો
નવેમ્બર 02, 2023- રૂ 71,684 પ્રતિ કિલો
03 નવેમ્બર, 2023- રૂ. 70,771 પ્રતિ કિલો
તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી
દેશના 55 નવા જિલ્લાઓમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત
નોંધનીય છે કે સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગનો વ્યાપ વધારી દીધો છે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓના ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો દેશના 55 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. તે દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેશે. હોલમાર્કિંગનો પ્રથમ તબક્કો 23 જૂન, 2021ના રોજ શરૂ થયો હતો.