મ્યૂકોરમાઇકોસિસ રોગ શું છે? મ્યૂકોરમાઇકોસિસ રોગમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ શા માટે વધુ? આ રોગની સારવાર માટે કેટલો ખર્ચ થાય? જાણો આ રોગના લક્ષણો

મ્યૂકોરમાઇકોસિસ રોગ શું છે? મ્યૂકોરમાઇકોસિસ રોગમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ શા માટે વધુ? આ રોગની સારવાર માટે કેટલો ખર્ચ થાય? જાણો આ રોગના લક્ષણો

દેશમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. એવામાં કોરોના ની બીજી લહેરમાં વધુ એક ચિંતા સામે આવી રહી છે. કોરોના નાં કારણે લોકો મ્યૂકોરમાઇકોસિસ ની જપેટ માં આવી રહ્યા છે. દિલ્લી અને ગુજરાત જેવા રાજ્યોમાં આવા ઘણા કેસો સામે આવ્યા છે કે જ્યાં કોરોનાથી રિકવર થયા બાદ લોકો મ્યૂકોરમાઇકોસિસ જેવી ખતરનાક બીમારી નો ભોગ બની રહ્યા હોય. ફંગલ ઇન્ફેક્શન મ્યૂકોરમાઇકોસિસ ગંભીર રોગ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓએ જણાવ્યું હતું કે કોરોના થી રિકવર થયેલા દર્દીઓ માં ઝડપથી મ્યૂકોરમાઇકોસિસ રોગ ફેલાય રહ્યો છે. જેના કારણે આંખોની રોશની જતી રહે છે અને બીજી ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. સુરતના એક નિષ્ણાંત ડોકટર એ જણાવ્યું હતું કે મ્યૂકોરમાઇકોસિસ એવા દર્દીઓમાં મળી આવે છે જે કોવિડ-19 નાં ત્રણ અઠવાડિયા પહેલાં સ્વસ્થ થયા હોય.

આ મ્યૂકોરમાઇકોસિસ (Mucormycosis) શું છે?
મ્યૂકોરમાઇકોસિસ એ એક પ્રકાર નુ ફંગલ ઇન્ફેક્શન છે જે ખૂબ ઝડપથી ફેલાય છે. મ્યૂકોરમાઇકોસિસ નુ બીજું નામ બ્લેક ફંગસ પણ છે. આ રોગ નુ ઇન્ફેક્શન મગજ, ફેફસાં અથવા તો ચામડી પર અસર કરી શકે છે. આ રોગથી આંખોની રોશની પણ જતી રહે છે. ઘણા દર્દીઓમાં જડબુ અને નાકનું હાડકું પીગળી જાય છે. જો સમય રહેતા આ રોગને કોન્ટ્રોલ ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.

કોરોના દર્દીઓને સૌથી વધુ જોખમ :- મ્યૂકોરમાઇકોસિસ બીમારી મોટાભાગે એવા લોકો વધુ ઝડપી શિકાર બનાવે છે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય. કોરોના થી રિકવર થયેલા દર્દીઓ ની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે. અથવા તો કોરોના થી ઠીક થયેલા લોકોમાં ઇમ્યુનીટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે, એટલે આવા લોકો આસાનાથી મ્યૂકોરમાઇકોસિસની ઝપેટમાં આવી જાય છે. તેમાં પણ ખાસ કરીને જે કોરોના નાં દર્દીઓને ડાયાબિટીસ છે તેને આ બિમારીનું જોખમ સૌથી વધુ રહે છે.

આ પણ વાંચો: પ્લાઝમા થેરાપી એટલે શું? કોરોના મહામારીના સમયગાળામાં પ્લાઝમા નું દાન કરવાનું શા માટે કહેવામાં આવે છે? જાણો પ્લાઝમા નું દાન કોણ કોણ કરી શકે?

આંખોની રોશની જવાનું સૌથી વધુ જોખમ :- અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ નાં ડોક્ટર દેવાંગ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં રોજના 5 થી 10 દર્દીઓ મ્યૂકોરમાઇકોસિસ નાં આવે છે. ખાસ કરીને કોરોના ની બીજી લહેર બાદ આવા કેસોમાં વધારો થયો છે. તેને વધુમાં જણાવ્યું હતું કે પાંચ માંથી એક દર્દી આંખોને લગતી સમસ્યા લઈને આવે છે તેમાંના ઘણાને અંધત્વ નો સામનો કરવો પડે છે.

સારવાર માટે 21 દિવસ સુધી ઇન્જેક્શન લેવું પડે છે :- મોટા ભાગે મ્યૂકોરમાઇકોસિસ નાં લક્ષણોમાં માથું દુખવું, તાવ આવવો, આંખોની નીચે દુખાવો, ક્ષતિગ્રસ્ત દ્રષ્ટિ જેવા લક્ષણો જોવા મળે છે. આવા દર્દીઓની સારવાર માટે 21 દિવસ સુધી ઇન્જેક્શન લગાવવું પડે છે અને એક દિવસમાં ઇન્જેક્શન નો ખર્ચ લગભગ 9,000 હજાર રૂપિયા છે. મુંબઈ નાં જાણીતા ડોકટર હેતલ માર્ફતિયા નુ કહેવું છે કે છેલ્લા બે અઠવાિયાથી મ્યૂકોરમાઇકોસિસ નાં કેસોમાં વધારો થયો છે. દરરોજના 2-3 દર્દીઓ આવી રહ્યા છે. મોટાભાગે દર્દીઓ મુંબઈ બહાર નાં આવે છે અને તે સારવાર માટેનો ખર્ચ પણ કરી શકતા નથી.

આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો.