કોરોના નાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સોશિયલ મીડિયા પર લોકોને પ્લાઝમા દાન કરવાની રિકવેસ્ટો પણ વધી રહી છે. ઘણા સેલિબ્રિટી લોકોએ કોરોના થી પીડિત દર્દીઓને પ્લાઝમા દાન આપવાની અપીલ પણ કરી છે. ચોક્કસ સમયમર્યાદા દરમિયાન જેને કોરોના થયો હોય અને તેની એન્ટીબોડી થઈવ ગઈ હોય એ જ પ્લાઝમા દાન કરી શકે.
પ્લાઝમા નુ દાન છે શું?
પ્લાઝમા થેરાપી ને મોટે ભાગે કાઇલોસ પ્લાઝમા થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. કોરોના વાયરસ ની સારવાર માં પ્રાયોગિક પ્રક્રિયા છે. આ સારવાર માં લોહીના પીળા પ્રવાહીને પ્લાઝમા કહેવામાં આવે છે. પ્લાઝમા એ કોરોનાથી મુક્ત થયેલો વ્યક્તિ જ આપી શકે છે અને કોરોના થી પીડિત રોગીને પ્લાઝમા નું એક ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્લાઝમા માં એન્ટીબોડી હોય છે જે દર્દીને કોરોનાથી લડવામાં અને રોગમાંથી સારા થવા માટે મદદ કરી શકે છે. ભારતમાં કોરોનાના કેસ વધતા પ્લાઝમા નાા દાન કરવાની માંગ પણ વધી રહી છે પરંતુ મેડિકલ નિષ્ણાંતો અને ડોકટરો નુ એવં કહેવું છે કે કોરોનાના ગંભીર કેસોમાં પ્લાઝમા થેરાપી વધુ અસરકારક નથી. તેથી, જ્યારે કોરોના દર્દીઓના લોહીમાં પ્લાઝમા નુ સ્તર ઓછું હોય ત્યારે જ પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્લાઝમા ડોનેટ કોણ કરી શકે?
૧) જે વ્યક્તિ કોરોના ચેપથી સ્વસ્થ થયો હોય તે પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
૨) તેની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
૩) ડોનેટ કરનારનું વજન ઓછા ઓછું 50 કિલો હોવું જોઈએ.
૪) તે લાંબા સમયથી કોઈ રોગથી પીડાતો ન હોવો જોઈએ.
પ્લાઝમા ડોનેટ કોણ ન કરી શકે?
૧) જેનો વજન 50 કિલોથી ઓછો હોય તે પ્લાઝમા દાન ન કરી શકે.
૨) જેને ડાયાબિટીસ હોય તે વ્યક્તિ ડોનેટ ન કરી શકે.
૩) જે મહિલા ગર્ભવતી હોય તે પણ પ્લાઝમા દાન ન કરી શકે.
૪) જેને કેન્સર હોય તે પ્લાઝમા દાન ન કરી શકે.
૫) જે વ્યક્તિને ફેફસાં અથવા હ્રદયરોગ ની ગંભીર બીમારી હોય તો તે વ્યક્તિ પ્લાઝમા ડોનેટ ન કરી શકે.
કોરોના દર્દીને પ્લાઝમા ની જરૂર ક્યારે પડે?
જો દર્દીને કોઈ મેડિકલ નિષ્ણાંત કે ડોકટરે સલાહ આપી હોય તો દર્દીની સારવાર માટે પ્લાઝમા થેરાપી નો ઉપયોગ કરી શકાય. જ્યારે દર્દીના લોહીમાં પ્લાઝમા નુ સ્તર ઓછું હોય ત્યારે મેડિકલ નિષ્ણાંત કે ડોકટર સલાહ આપે ત્યારે જ પ્લાઝમા ની જરૂર પડે છે.
શું પ્લાઝમા થેરાપી કોરોનામાં મદદ કરી શકે?
ભારતમાં પ્લાઝમા થેરાપી ની માંગ વધી રહી છે પરંતુ મેડિકલ નિષ્ણાંતો નુ કહેવું છે કે ગંભીર કોરોના કેસોમાં પ્લાઝમા થેરાપી વધુ અસરકારક નથી. પ્લાઝમા નો મતલબ કે કોવિડ 19 નાં સંક્રમણ થી ઠીક થયેલ વ્યક્તિના લોહીનો એક ભાગ. આ થેરાપી માં કોરોના બીમારી થી ઠીક થયેલા લોકોનું એન્ટીબોડી યુક્ત લોહી કોરોના પેશન્ટની સારવાર માટે કરવામાં આવે છે.