ડુંગળીનાં પાકમાં કમોસમી વરસાદથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નુકસાન પહોંચ્યું છે, પરંતુ સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની આવકો થોડી લેઈટ થશે, પંરતુ હવે તબક્કાવાર વધારો જોવા મળશે. મહુવામાં લાલ ડુંગળીની આવકો વધીને ૫૦ હજાર ગુણીએ પહોંચી ગઈ છે, જેમાં હવે ક્રમશઃ વધારો જોવા મળશે. આગામી દિવસોમાં બજારમાં સરેરાશ લેવાલી કેવી રહેશે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં નબળામાં રૂ.૧૦૦થી ૧૫૦ અને મિડીયમ માલમાં રૂ.૨૦૦થી ૩૦૦ અને સારા માલમાં રૂ.૩૦૦થી ૪૦૦
વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. અમુક વકલો રૂ.૪૦૦ની ઉપર જાય છે, પંરતુ એવો માલ બહુ ઓછો આવે છે. બજારમાં આગળ ઉપર લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મહારાષ્ટ્ર અને મદ્યપ્રદેશમાં પાકને નુકસાન કેટલું થયુ છે તેનાં ઉપર આગળનાં ઘટાડાનો આધાર રહેલો છે, પંરતુ બજારો ઘટશે એ વાત નક્કી છે.
બાજરીમાં ઘરાકી ઠંડી છે. જાન્યુઆરી મહિનામાં જે રીત ઠંડી પડવી જોઈએ એવી ઠંડી પડતી નથી, પરિણામે બાજરીમાં હવે ઘરાકી ઘટી ગઈ છે. વળી હવે ચાલુ મહિનો જ બાજરીમાં લેવાલી રહેશે ત્યાર બાદ ઘટાડો થઈ જશે. બાજરીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૩૫૦થી ૪૫૦ની વચ્ચે છે. સરેરાશ તેમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવી સંભાવનાં નથી. બાજરીમાં આગામી દિવસોમાં
બજારમાં લેવાલી સારી રહેશે તો બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટદેખાતી નથી. બાજરીનાં ભાવ રૂ.૩૨૦થી ૪૨૦ની વચ્ચે ક્વોલિટી મુજબ જોવા મળશે. સારી બાજરીનાં ભાવ રૂ.૩૮૦થી નીચે ન જાય તેવી ધારણાં છે. આગામી દિવસોમાં બાજરીની આવકો અને વેચવાલી સ્ટોકિસ્ટોની કેવી રહે છે તેનાં ઉપર નજર રહેશે. સ્ટોકમાં બહુ મોટો જથ્થો બાજરીનો પડયો નથી
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2005 |
બાજરો | 300 | 390 |
જીરું | 2950 | 3255 |
ઘઉં | 350 | 390 |
તલ | 1700 | 2115 |
ચણા | 800 | 967 |
મગફળી જીણી | 1044 | 1205 |
મગફળી જાડી | 850 | 1062 |
લસણ | 1000 | 435 |
અડદ | 400 | 1360 |
મરચા સુકા | 1000 | 3300 |
મગ | 1100 | 1400 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 350 | 419 |
ઘઉં ટુકડા | 350 | 435 |
ચણા | 700 | 929 |
અડદ | 800 | 1175 |
તુવેર | 1100 | 13500 |
મગફળી ઝીણી | 800 | 1076 |
મગફળી જાડી | 850 | 1111 |
સિંગફાડા | 1050 | 1280 |
એરંડા | 1000 | 1151 |
તલ | 1650 | 2070 |
તલ કાળા | 1730 | 2450 |
જીરું | 2500 | 3180 |
ધાણા | 1330 | 1906 |
મગ | 1000 | 1415 |
સોયાબીન | 1050 | 1309 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1551 | 2041 |
ઘઉં લોકવન | 403 | 428 |
ઘઉં ટુકડા | 409 | 474 |
જુવાર સફેદ | 370 | 650 |
બાજરી | 290 | 420 |
તુવેર | 1072 | 1310 |
મગ | 1006 | 1146 |
મગફળી જાડી | 930 | 1162 |
મગફળી ઝીણી | 908 | 1128 |
એરંડા | 1131 | 1166 |
અજમો | 1340 | 2070 |
સોયાબીન | 1150 | 1321 |
કાળા તલ | 1800 | 2500 |
લસણ | 210 | 360 |
ધાણા | 1550 | 1751 |
મરચા સુકા | 1000 | 3180 |
જીરૂ | 2940 | 3268 |
રાય | 1350 | 1540 |
મેથી | 1000 | 1274 |
ઈસબગુલ | 1660 | 2220 |
ગુવારનું બી | 1125 | 1155 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1551 | 1995 |
મગફળી | 801 | 1305 |
ઘઉં | 385 | 413 |
જીરું | 2925 | 3300 |
એરંડા | 1160 | 1182 |
ગુવાર | 1050 | 1178 |
તલ | 1600 | 2066 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 2054 |
ઘઉં | 401 | 471 |
જીરું | 2235 | 3175 |
એરંડા | 1127 | 1139 |
તલ | 1550 | 2040 |
મગ | 693 | 1223 |
મગફળી ઝીણી | 800 | 1152 |
તલ કાળા | 1700 | 2440 |
અડદ | 411 | 1375 |
ગુવારનું બી | 624 | 950 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1140 | 2030 |
મગફળી | 850 | 1068 |
ઘઉં | 213 | 471 |
જીરું | 2850 | 3425 |
તલ | 1695 | 2130 |
બાજરો | 471 | 478 |
તુવેર | 1000 | 1191 |
તલ કાળા | 1775 | 2355 |
અડદ | 370 | 1320 |
મઠ | 1130 | 1720 |