ડુંગળીનો પાક ખેડુતોને ઘણી વખત હસાવે છે તો ઘણી વખત રડાવે પણ છે. હાલના સમયમાં ડુંગળી ખેડુતોને રડાવી રહી છે. ચાલુ વર્ષે મોંઘા બિયારણ, દવા-ખાતર અને મજુરી ખર્ચ વધવાના કારણે અને ઉતારો ઓછો આવવાના કારણે ઉત્પાદન મોંઘુ થયું અને બજારમાં ખેડુતોને ભાવ નથી મળી રહ્યાં તેથી ખેડુતોને મસમોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.હાલ શિયાળામાં ડુંગળી ( Onion price ) નો મબલખ પાક તૈયાર થઈ ચુકયો છે.
ત્યારે જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરી દેતા ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. ત્યારે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આ વાતથી સૌરાષ્ટ્રના સાંસદો પોતે વાકેફ છે તેમજ તેમને સાથે રાખી કેન્દ્રીય કૃષિમંત્રીને રૂબરૂ મળી આયાત નિકાસમાં ખેડૂતોનું હીત ધ્યાને લઈને રજૂઆતો કરી હતી. પરંતુ માત્ર આશ્વાસન સિવાય કોઈ જ પરિણામ આવવા પામ્યું ન હોવાથી દિન પ્રતિદિન ભાવ ગબડી રહ્યા છે.જેના કારણે જગતા તાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
એક બાજુ સરકાર ખેડુતોની આવક બમણી કરવા વાતો અને દાવા કરી રહ્યા છે. સરકારની અમુક નીતિઓના કારણે ઉત્પાદન ખર્ચના અમુક જણસોમાં ભાવ મળતા નથી જેના કારણે ખેડૂતોને આર્થીક મોટુ નુકશાન થઈ રહ્યું છે. ડુંગળીને બહાર કાઢવા મોરવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. અને મોટી નુકશાની સહન કરવી પડી રહી છે. ડુંગળીના 20 કીલો મણનો ભાવ રૂ400-500થી લઈને 700-800 સુધી પહોંચ્યો હતો.
ખેડુતો ભાવ જોઈને હરખાઈ ગયા હતા. પરંતુ ડુંગળીનો પાક તૈયાર થતાની સાથે જ સરકારીના એક નિર્ણયના કારણે આશા નિરાશામાં ફેરવાઈ જઈ દિવસે દિવસે ભાવ ગબડી રહ્યા છે. હાલ ડુંગળીનો ભાવ રૂ.70થી લઈ 250 સુધીનો રહેવા પામ્યો છે. ખેડુતોને નફાના બદલે વિઘાદીઠ રૂ.25 હજારની નુકશાની થઈ રહી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયથી ભાવમાં કડાકો બોલી ગયો હતો.
તા. 27/12/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 71 | 251 |
મહુવા | 100 | 333 |
ભાવનગર | 100 | 341 |
ગોંડલ | 61 | 341 |
જેતપુર | 31 | 276 |
વિસાવદર | 122 | 236 |
તળાજા | 145 | 282 |
ધોરાજી | 70 | 266 |
અમરેલી | 220 | 400 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 160 | 320 |
તા. 27/12/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 193 | 370 |
ગોંડલ | 171 | 321 |